ઘરવેરાની તમામ કામગીરી તા.૧ જુલાઈથી મહાપાલીકા કચેરીમાં થશે

992

ભાવનગર મહાપાલિકાના ઘરવેરાના પૂર્વ, મધ્ય, પશ્ચિમ એમ કુલ ત્રણ ઝોન કાર્યરત છે આ સંદર્ભે અગાઉ ઘરવેરા વોર્ડ નં.૧ વડવા-બ તથા ઘરવેરા વોર્ડ નં.૧૬ કાળિયાબીડનો સમાવેશ વોર્ડ વિભાજન દરમિયાન ઘરવેરા પશ્ચિમ ઝોનલ ઓફિસ ખાતે કરવામાં આવેલ હતો પરંતુ હાલ વહીવટી સરળતા ખાતર આ બંને વોર્ડ ઘરવેરા મધ્ય ઝોનલ ઓફિસ ભાવનગર મહાપાલિકાની મુખ્ય કચેરી ખાતે ફેરવવામાં આવેલ છે જેથી આ બંને ઘરવેરા વોર્ડ નં.૧ વડવા બ તથા ઘરવેરા વોર્ડ નં.૧૬ કાળિયાબીડની ઘરવેરા સબંધિત કામગીરી જેવી કે નામ ટ્રાન્સફર, મિલકતની આકારણી, તથા મિલકતની આકારણીમાં ફેરફાર વગેરે ઘરવેરા વિભાગ (મધ્ય)ભાવનગર મહાપાલિકાની મુખ્ય કેચરી ખાતે તા.૧-૭-૨૦૧૮થી કરવામાં આવશે જેની સબંધિત મિલકત ધારકોએ નોંધ લેવા જણાવ્યુંં છે.

Previous articleરામપરાથી કોવાયા ગામને જોડતા ધાતરવડી નદીમાં પુલનું લોકાર્પણ
Next articleજોટિંગડા પ્રા. શાળા ખાતે  શાળા સલામતી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરાય