રામપરાથી કોવાયા ગામને જોડતા ધાતરવડી નદીમાં પુલનું લોકાર્પણ

1258

રાજુલા તાલુકાના રામપરા (ર)ના સરપંચ સનાભાઈ વાઘની જહેમતથી આઝાદી પછી સૌ પ્રથમવાર રામપરાથી કોવાયા ગામનો જોડતો ધાતરવડી નદીના પુલનું ડેપ્યુટી કલેક્ટર ડાભી તેમજ પીપાવાવ પોર્ટના સીએસઆર હર્ષાબેન, કેપ્ટન રવિન્દ્રનાથ, ગુપ્તાના હસ્તે લોકાર્પણ કરાયું.

રાજુલાના રામપરા (ર)ના સરપંચ સનાભાઈ વાઘે ગામના વિકાસમાં રેકર્ડ આઝાદી પછી સૌપ્રથમવાર રામપરાથી કોવાયા વચ્ચે ધાતરવડી નદીનો પુલ ન હોવાથી વર્ષોથી બન્ને ગામ ચોમાસામાં વિખુટા પડી જતા હોય તેવી ભયંકર સમસ્યાના ઉકેલ માટે રામપરાના સરપંચ સનાભાઈ વાઘની રાત દિવસથી દોડાદોડી કારણ ધાતરવડી નદી જ જંગલ બની ગયેલ. પ્રથમ તેને સાફ કરવા જીસીબી, લોડર દ્વારા સાફ કર્યા બાદ પુલનું ખાતમુર્હુતથી નવા પુલના લોકાર્પણ સુધી ખડેપગે રહી આખરે ડેપ્યુટી કલેક્ટર ડાભી, પીપાવાવ પોર્ટના સીએસઆર હર્ષાબેન, કેપ્ટન રવિન્દ્રનાથ, સીએસઆરના ગુપ્તા, પીઆરઓ મુકેશભાઈ દવે, જયંત માધડ અને જીકારભાઈ વાઘ, મહાનુભાવોને સરપંચ સનાભાઈ રામપરા ગ્રામ પંચાયતના સભ્યોની મહેનત રંગ લાવી તેવા સાદુળભાઈ વાઘ, દુલાભાઈ વાઘ, સોમાભાઈ વાઘ, હરસુરભાઈ વાઘ, રાજુલા તાલુકા પંચાયત ચેરમેન અરજણભાઈ વાઘ, હરસુરભાઈ વાઘ, કાળુભાઈ વાઘ, લાલાભાઈ બાઘાભાઈ વાઘ, રામભાઈ વાઘ, લખમણભાઈ વાઘ, કેસુરભાઈ વાઘ, દેવાતભાઈ વાઘ, ભગવાનભાઈ વાઘ, રાણીંગભાઈ વાઘ અને જેણે ચોકસાઈપૂર્વક પુલ બનાવ્યો તેવા કોન્ટ્રાક્ટર જીવણાભાઈવાઘ અને માજી ઉપસરપંચ કાળુભાઈ તેમજ ગામ આગેવાનોની બહોળી સંખ્યામાં આ પુલ જોવા તેમજ લોકાર્પણ વિધિમાં ઉપસ્થિત રહેલ આઝાદી પછી આ પુલની જહેમત ઉઠાવનાર યુવા સરપંચ સનાભાઈ વાઘને શુભેચ્છા પાઠવેલ.

Previous articleઘોઘા કે.વ. શાળામાં વાલી મિટીંગ ઓરી, રૂબેલા અંગે માહિતી અપાઈ
Next articleઘરવેરાની તમામ કામગીરી તા.૧ જુલાઈથી મહાપાલીકા કચેરીમાં થશે