ભાજપે સૈફુદ્દીનનું પૂતળુ બાળ્યું

0
711

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતા પુર્વ કેન્દ્રીયમંત્રી સૈફુદ્દિન સોઝ દ્વારા કરેલા નિવેદન એને તેણે લખેલા પુસ્તકમાં ભારતના પુર્વ વડાપ્રધાન- ગૃહપ્રધાન લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું કોંગ્રેસના ઈશારે જાણી જોઈને ઘોર અપમાન કર્યું છે. ભારત-પાકિસ્તાન વિભાજન વખતે સરદાર વલ્લભભાઈ પટેલ જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવા માંગતા હતા આ રીતે સૈફુદિન સ?જ અને કોંગ્રેસે ગુજરાત પનોતા પુત્ર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું ઘોર અને હળાહળ અપમાન કર્યું છે.

તેના વિરોધમાં જિલ્લા ભાજપ યુવામોર્ચા પ્રમુખ નરેશભાઈ સોલંકી, મહામંત્રી કમલેશભાઈ ઈટાળીયાની આગેવાનીમાં શહિદ ભગતસિંહ ચોકમાં વિશાળ સંખ્યામાં યુવામોૃચાના કાર્યકર્તાઓ એકઠા થઈ કોંગ્રેસની અને સૈફુદિનના પુતળાનું દહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી, ઉમેશભાઈ મકવાણા, ઉપપ્રમુખ બટુકભાઈ ધાંધલા, મંત્રી ભુપતભાઈ બારૈય, જિલ્લા પ્રવકતા કિશોરભાઈ ભટ્ટ તેમજ અન્ય જીલ્લાના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એક અવાજે આ બાબતે વખોડી કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here