ભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદ

2290

ભાવનગર શહેર તથા જિલ્લામાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે. આ વરસાદ થતા લોકોને બફારામાંથી મુક્તિ મળી છે તો ખેડુતોને હાશકારો થયો છે. શહેુરમાં આજે દિવસ દરમ્યાન ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ત્રણ દિવસથી વધુ મહારાષ્ટ્રના મુંબઈ સહિતના શહેરોને ધમરોળ્યા બાદ આજ બપોર બાદ ભાવનગર શહેર તથા જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. શહેર તથા જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં સાર્વત્રીક વરસાદ નોંધાવા પામ્યો છે. જો કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે વરસાદની મોટી ખાદ્ય રહેલી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ જુલાઈ માસ પુરો થાય તે પુર્વે આ ખોટ પુરાઈ જશે માત્રા એટલું જ નહિ જરૂરીયાત કરતાં અધિક વરસાદ થવાની સંભાવનાઓ બળવત્તર બની રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આજ બપોરના સમયે શરૂ થયેલ વરસાદ ભાવનગર શહેર ઉપરાંત સિહોર, ઘોઘા, મહુવા તથા સિહોર તાલુકામાં નોંધાવા પામ્યા છે. જયારે પાલિતાણા તળાજા, વલ્લભીપુર તથા ગારિયાધાર સહિતના પંથકમાં ઢળતી સાંજે ધીમીધારે વરસાદ પડ્યો હતો.

ભાવનગર હવામાન વિભાગની કચેરીથી જાણવા મળેલ વિગતો મુજબ આગામી ર૪ કલાક દરમ્યાન શહેર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ બળવત્તર બની રહી છે. આજે બપોર બાદ શહરેમાં વરસાદનું જોરદાર ઝાપટું પડતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં.

મુંબઈના ભારે વરસાદની ભાવનગરમાં અસર હવાઈ, ટ્‌્રેન બસ સેવા ખોરવાઈ

મહારાષ્ટ્રના મુંબઈ મહાનગરમાં બે દિવસ થયેલ ભારે વરસાદની વ્યાપક અસર પરિવહન સેવાઓ પર જોવા મળી રહી છે. પરિણામે ભાવનગરથી મુંબઈની તમામ માર્ગે કનેકટીવીટી અંશતઃ અટકી જવા પામી છે.

ગતરાત્રીથી મુંબઈમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ સતત બે દિવસ વરસેલા ધોધમાર વરસાદની વ્યાપક અસર વરસાદ બંધ થયા બાદ પણ જોવા મળી રહી છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ છેલ્લા બે દિવસથી ભાવનગર -મુંબઈની હવાઈ સેવા બંધ રહેવા પામી છે. તો બીજી તરફ ટ્રેન સેવા પણ મહદ અંશે ઠપ્પ થઈ જવા પામી છે. ભાવનગરથી ઉપડતી ટ્રાવેલ્સો પણ તમામ ટ્રીપ રદ્દ કરી છે. અને બુકીંગનું રીફંડ પણ આપી દેવા સાથે જાહેરાત પણ કરી છે કે સ્થીતિ સામાન્ય થયા બાદ પુનઃ સેવા શરૂ કરવામાં આવશે યાતાયાત પ્રભાવીત થવાનો કારણે મુસાફરો અટવાઈ પડ્યા છે.

Previous articleપિતા-પુત્રની હત્યા કરનાર વધુ બે ઝડપાયા
Next articleકાનપર પાસે પુલની રેલીંગ તૂટી