શેત્રુંજી ડેમ શાળા ખાતે સાંસદ ડો.શિયાળના હસ્તે વૃક્ષારોપણ

1753

સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે શેત્રુંજી ડેમ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલીતાણા-તળાજા માર્ગ પર આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય તેમજ શેત્રુંજી ડેમ કે.વ. શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં શેત્રુંજી સેવક સમાજના લાલજીભાઈ સોલંકી, લવજીભાઈ ધોળીયા, અતિતબાપુ, સરપંચ રઘુરામબાપુ તેમજ ડો.ધીરૂભાઈ શિયાળ, તુલસીભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

શેત્રુંજી ડેમ સ્થિત શિક્ષણ સંસ્થાથી લઈને શેત્રુંજી ડેમ સુધી રોડની બન્ને બાજુ લીમડા સહિતના વૃક્ષો મુંબઈના દાતા સુશિલાબેન પરમાણંદભાઈ શાહના સહયોગથી વૃક્ષ ઉછેર માટે રક્ષણ મળે તેવા ટી-ગાર્ડ ફાળવવામાં આવ્યા છે. દાતાની પ્રેરણાથી રોડની બન્ને બાજુ વૃક્ષો ઉછેરવામાં આવશે.

બાદમાં યોજાયેલા સમારંભમાં સાંસદએ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરતું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ જોશી અને શિક્ષકોએ સંભાળ્યું હતું.

Previous articleબારોટ વંદનાની મેગા ફાઈનલમાં ૩પ યુવા કલાકારોએ ભાગ લીધો
Next articleગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ