અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી દ્વારા આજે રાજકોટ ખાતે મિટીંગ યોજેલ આ મિટીંગ રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા ્લગ અલગ જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહેલ. જેમા ગુજરાતના સંગઠનને ફરી ધમધમતુ કરવા તમામ સુચનો બાદ જેમા એબીપીએસએસનીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે લાભૂભાઈ કાત્રોડિયા રાષ્ટ્રીય સચિવ તરીકે સલીમ બાવાણી એબીપીએસએસ ગુજરાત મીડિયા કનવીનર તરીકે પી.ડી. ડાભી તળાજા રાષ્ટ્રીય કારોબારી તરીકે નાનુભાઈ ડાખરા અને ગુજરાત રાજ્યના સંગઠનના પીઆરઓ તરિકે નિતીન ગોહેલની નિમણુંક કરવામાં આવી હતી સાથે સાઉથ જોન પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ જોષી સુરત સૌરાષ્ટ્ર જોન પ્રમુખ તરીકે ભરતસિંહ ઝાલા સુરેન્દ્રનગરની નિમણુંક કરવામાં આવી હતી.