ચર્ચાસ્પદ શેરખાન પ્રોજેક્ટ અંતે રદ કરી દેવાનો નિર્ણય

1327

સોહિલ ખાને આખરે તેના ચર્ચાસ્પદ શેરખાન ફિલ્મના પ્રોજેક્ટને રદ કરી દીધો છે. ફિલ્મમાં સલમાન ખાન કામ કરનાર હતો. જો કે તેની પાસે બિલકુલ સમય ન હોવાના કારણે આખરે વ્યાપક વિચારણા કર્યા બાદ ફિલ્મ નિર્માણને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના સંબંધમાં લાંબા સમયથી અફવા અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો.ફિલ્મને લઇને જુદા જુદા હેવાલ આવી રહ્યા હતા. પહેલા   એવા અહેવાલ આવી રહ્યા હતા કે સલમાન ખાન જ આ ફિલ્મમાં લીડ રોલ કરનાર છે. પરંતુ મોડેથી એવી વાત કરવામાં આવી હતી કે સલમાનની જગ્યાએ વરૂણ ધવન લીડ રોલ કરશે.  સલમાન ખાન પાસે હાલમાં બિલકુલ સમય નથી. આવી સ્થિતીમાં પોતાની અટવાઇ પડેલી ફિલ્મને આગળ નહીં વધારવાનો સંકેત હવે આપવામાં આવ્યો છે. સલમાનની જગ્યાએ આ ફિલ્મમાં વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફને લઇને  તેને આગળ વધારી દેવાની તૈયારી પણ કરવામાં આવી હતી. જો કે આ યોજનાને પણ સફળતા મળી નથી. જેથી હવે પ્રોજેક્ટ સંપૂર્ણપણે પડતો મુકી દેવામાં આવ્યો છે. સોહિલે કહ્યુ છે કે કાસ્ટ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. સલમાન ભાઇએ હજુ ફિલ્મ સાઇન કરી નથી. એક વખત તમામ પાત્ર તૈયાર કરી લેવામાં આવે ત્યારબાદ કલાકારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસેક્સ સિમ્બોલ તરીકે રહેવા ગૌહર ખાન ઇચ્છુક