કરીના અને સૈફ લંડનમાં મિત્રો સાથે પાર્ટી કરવામાં વ્યસ્ત

39

મુંબઈ, તા.૧૬
કરીના કપૂર અને સૈફ અલી ખાન આશરે એક મહિનાથી બંને દીકરા- તૈમૂર અને જેહ અલી ખાન સાથે લંડનમાં છે. ત્યાં તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની સાથે-સાથે મિત્રો તેમજ ત્યાં વેકેશન પર આવેલા પરિવારના સભ્યોને મળી પણ રહ્યા છે. સૈફની મોટી બહેન સબા અલી ખાન, જે શોબિઝથી દૂર છે તે પણ થોડા દિવસ પહેલા ત્યાં પહોંચી છે. ભાઈ-બહેનના બાળકોને ખૂબ જ પ્રેમ કરતી સબા લંડનમાં પણ નાનકડા ભત્રીજા જેહને રમાડવા માટે પહોંચી ગઈ હતી. આ દરમિયાન તેણે તેની સાથે સેલ્ફી ક્લિક કરી હતી, જે તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. સબાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે તસવીરોનું એક કોલાજ શેર કર્યું છે. જેમાંથી પહેલી તસવીરમાં જેહ આંખો બંધ કરીને રડી રહ્યો છે જ્યારે બીજી તસવીરમાં તેના ચહેરા પર સ્માઈલ જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે ’જેહઃ બુઆજાન આ રીતે તમ સેલ્ફી લઈ શકો નહીં, થોડી મિનિટો બાદ. જેહઃ ઓકે આખરે તેણે લઈ લીધી!!! મારા જેહજાન સાથે પ્લેટાઈમ. કરીના કપૂરના લંડન વેકેશનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. આવી જ તેની અને સૈફની વધુ એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ તેમના એક મિત્ર સાથે પાર્ટી કરતાં દેખાયા. તસવીરમાં એક્ટ્રેસ બ્લેક કલરના ટોપ અને ડેનિમમાં જોવા મળી રહી છે. તેના હાથમાં કોફીનો કપ છે અને તે પાઉટ કરી રહી છે, બીજી તરફ સૈફ ગ્રે ટીશર્ટ અને ડેનિમમાં છે. કપલના ફ્રેન્ડે તસવીરના કેપ્શનમાં લખ્યું છે ’વ્હાલા મિત્રો સાથે ગત રાત સુંદર રહી. બોલિવુડના ટોચનો એક્ટરમાંથી એક સૈફ અલી ખાન અને બોલિવુડની ટોચની એક્ટ્રેસિસમાંથી એક કરીના કપૂર. કરીના કપૂરની મ્હ્લહ્લ એલેક્ઝેન્ડ્રા ગલિગને પણ તેની સાથેની એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં બેબોને રેડ કલરના શર્ટમાં જોઈ શકાય છે, જ્યારે તેની ફ્રેન્ડે બ્લેક આઉટફિટ પહેર્યું છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથે ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ આખરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. ’લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવુડની ’ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે. કરીના સુજોષ ઘોષના પ્રોજેક્ટ થકી ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવાની છે, જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, સૈફ પાસે આદીપુરુષ અને વિક્રમ વેધા જેવી ફિલ્મો છે, બંનેમાં તે ફરીથી વિલનના રોલમાં દેખાશે.

Previous articleશહેરમાં ઠેર ઠેર કાદવ કીચડ : મચ્છરનો ઉપદ્રવ, રોગચાળાની દહેશત
Next articleગાવસ્કર ટીમ ઈન્ડિયાના સીનિયર્સ પર ભડક્યા