ગાવસ્કર ટીમ ઈન્ડિયાના સીનિયર્સ પર ભડક્યા

7

મુંબઇ,તા.૧૬
પૂર્વ ભારતીય બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના સિનીયર ભારતીય ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ માટે આરામ મળવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ખેલાડીઓ ઇન્ટરનેશનલ મુકાબલાઓ માટે આરામ માગે છે, પણ આઇપીએલ દરમિયાન કેમ રેસ્ટ નથી માગતા ? ગત કેટલાક મહિનાઓમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બૂમરાહ જેવા સિનીયર ખેલાડીઓને અલગ-અલગ આંતરરાષ્ટ્રીય સીરિઝના દરમિયાન આરામ આપવામાં આવ્યો છે, જેને લઈને ગાવસ્કર નારાજ છે. હાલમાં જ બીસીસીઆઇએ વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે વનડે ટીમ જાહેર કરી છે, આ સીરિઝ માટે પણ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ જેવા સિનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, આ પ્રવાસે શિખર ધવન વનડે ટીમની કેપ્ટનશિપ કરશે.સુનીલ ગાવસ્કરે સ્પોર્ટ્‌સ તક પર કહ્યું કે, જ્યારે ખેલાડીઆઇપીએલના સમયે રેસ્ટ નથી લેતા, તો ભારત માટે રમવાના સમયે આવું કેમ થાય છે? જુઓ, હું (ભારતની મેચોના સમયે) આરામ કરવાના ખેલાડીઓના વિચાર સાથે સહમત નથી, તમે ભારત માટે રમી રહ્યા છો, તમ આઇપીએલ દરમિયાન આરામ નથી કરતા, પણ ભારત માટે રમવાના સમયે આરામ કરો છો, હું આનાથી સહમત નથી. તમારે ભારત માટે રમવું પડશે, તમે આરામની વાત નહીં કરો. તેમણે વધુમાં કહ્યું કે, ્‌૨૦માં એક ઇનિંગમાં માત્ર ૨૦ ઓવર હોય છે, તેનાથી તમારા શરીર પર અસર નથી પડતી, ટેસ્ટ મેચમાં મગજ અને શરીર પર અસર પડે છે, પણ ટી ૨૦ ક્રિકેટ રમવામાં વધુ મુશ્કેલીઓ નથી થતી.ગાવસ્કરે આગળ સલાહ આપી કે, બીસીસીઆઇ એ ખેલાડીઓને આરામ આપવાની પોતાની રણનીતિ પર કામ કરવું જોઈએ. કેમ કે, તેમણે એ વાત પર ભાર આપ્યો છે કે, જે ખેલાડીઓને ગ્રેડ એ શ્રેણીમાં મુકવામાં આવે છે, તેમને સારા પૈસા મળે છે. ગાવસ્કર ઈચ્છે છે કે, મ્ઝ્રઝ્રૈં વધુ પ્રોફેશનલ બને અને જે ખેલાડીઓ નિયમિત સમયે આરામ ઈચ્છે છે, તેમના ગ્રેડમાં ઘટાડો કરવો જોઈએ. આ પૂર્વ ભારતીય દિગ્ગજે બોર્ડ પાસે અપીલ કરતાં કહ્યું કે, હું અનુભવું છું કે, બીસીસીઆઇએ આરામના આ કોન્સેપ્ટ પર વિચાર કરવાની જરૂર છે, બધા ગ્રેડ-એ ક્રિકેટરોને ખૂબ જ સારા પૈસા મળે છે. મને કોઈ જણાવશે કે, આવી કોઈ કંપની છે, જેના સીઇઓ અને એમડીને આટલી રજાઓ મળે છે ? મને લાગે છે કે, જો ભારતીય ક્રિકેટે હજુ વધુ પ્રોફેશનલ બનવું હશે તો એક રેખા બનાવવી પડશે.

Previous articleકરીના અને સૈફ લંડનમાં મિત્રો સાથે પાર્ટી કરવામાં વ્યસ્ત
Next articleકંકાવટી ગ્રુપ માતૃધામ મંદિરની મુલાકાતે