અભિનેત્રી અલીશા પનવર સિંગર યુવરાજના પ્રેમમાં છે

2

મુંબઈ,
ઈશ્ક મેં મરજાવાં સીરિયલથી પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસ અલિશા પનવર પ્રેમમાં પડી છે. એક્ટિંગ સ્કીલ અને સુંદરતા માટે જાણીતી એક્ટ્રેસને પોતાના મનનો માણીગર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અલિશા સિંગર યુવરાજ કોચરને ડેટ કરી રહી છે અને બંને એકબીજા માટે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. કપલની નજીકના સૂત્રોએ જણાવ્યું, કે તેઓ છેલ્લા બે વર્ષથી રિલેશનશીપમાં છે. અલિશા અને યુવરાજ કોચરની સૌપ્રથમ મુલાકાત એક મ્યૂઝિક વિડીયો માટે થઈ હતી. ૨૦૨૦માં રિલીઝ થયેલા મ્યૂઝિક વિડીયોમાં અલિશા અને યુવરાજ સાથે દેખાયા હતા. ’ખામોશિયાં’ ગીત યુવરાજે ગાયું અને કમ્પોઝ કર્યું હતું. કિસ્મતને બંનેનો સાથ મંજૂર હતો અને કદાચ એટલે જ પ્રોફેશનલી થયેલી મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. ત્યારથી જ બંને વચ્ચેનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યો છે. હાલમાં જ યુવરાજે પોતાના પેરેન્ટ્‌સ સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનમાં અલિશા પણ સામેલ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, લોકડાઉનમાં અલિશા પોતાના વતન શિમલા ગઈ એ પહેલા તે અને યુવરાજ સાથે રહેતા હતા. જોકે, અલિશા અને યુવરાજ બંનેમાંથી કોઈએ પોતાની રિલેશનશીપ પર મહોર નથી મારી પરંતુ તેમના ફ્રેન્ડ્‌સને આ અંગેની જાણ છે. અલિશા છેલ્લા થોડા સમયથી ટીવીના પડદેથી ગાયબ છે. છેલ્લે તે ’તેરી મેરી ઈક જિંદરી’ સીરિયલમાં દેખાઈ હતી. હાલ અલિશા ’ઈશ્કાયત’ નામની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જેમાં તે એક્ટર રાહુલ સુધીર સાથે જોવા મળશે.