વિન્ડીઝ સામેની ટી૨૦ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાંથી કોહલી આઉટ

5

ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામેની જુલાઈના અંતે શરૂ થનારી ટી૨૦ શ્રેણીમાંથી ખરાબ પરફોર્મન્સ અને ટીકાનો સામનો કરી રહેલ વિરાટ કોહલીને સિલેક્ટ કરવામાં નથી આવ્યો. અહેવાલ અનુસાર જ બીસીસીઆઈ દ્વારા આજે જાહેર થયેલ ટી ૨૦ શ્રેણી માટેની ટીમમાંથી કોહલીને પડતો મુકવામાં આવ્યો છે. આ સિવાય આજે જાહેર થયેલ ટીમમાં લાંબા સમયથી એકધાર્યું ક્રિકેટ રમી રહેલ જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય ધવનને વનડેમાં સ્થાન મળ્યા બાદ ટી ૨૦માં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ૨૯મી જુલાઈથી શરૂ થનારી ૫ ટી૨૦ની શ્રેણીની પ્રથમ ૩ મેચ માટે બીસીસીઆઈ દ્વારા જાહેર થયેલ ટીમ નીચે મુજબ છે : રોહિત શર્મા (સુકાની) , ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકી), સૂર્યકુમાર યાદવ, ડી હુડા, એસ ઐયર, ડી. કાર્તિક, આર. પંત, એચ. પંડ્યા, આર. જાડેજા, અક્ષર પટેલ, આર. અશ્વિન, આર.બિશ્નોઈ, કુલદીપ યાદવ, બી. કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.જોકે ઉપરોકત ખેલાડીઓમાંથી કે એલ રાહુલ અને કુલદીય યાદવને ફિટનેસને આધારે ટીમમાં સ્થાન મળશે તેમ બીસીસીસઆઈએ ટિ્‌વટમાં ઉમેર્યું હતુ વન-ડે અને ટી૨૦ માટે વેસ્ટ ઈન્ડિઝ જશે ટીમ ઈન્ડિયા :
વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની ટી૨૦ શ્રેણી ૨૯ જુલાઈથી શરૂ થશે અને ૭ ઓગસ્ટ સુધી ચાલશે. પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ અન્ય બે મેચો રમાશે સેન્ટ કિટ્‌સમાં વોર્નર પાર્ક ખાતે રમાશે. ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજિનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે અંતિમ બે મેચો રમાશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી છે જેમાં શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે જ્યારે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન હશે. ભારત ત્રિનિદાદમાં ત્રણ વનડે મેચ રમશે, જે ૨૨ જુલાઈથી શરૂ થશે.
વન-ડે સીરિઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ, ઋષભ પંત, શમી અને હાર્દિક પંડ્યા જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટે ઓક્ટોબરમાં ૨૦૨૨ ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમ તૈયાર કરવા અને બેકહેન્ડ માટે ખેલાડીઓને તૈયાર કરવા અનેક ફેરફારો છેલ્લા એક વર્ષની મેચોમાં કર્યા છે.

Previous articleઅભિનેત્રી અલીશા પનવર સિંગર યુવરાજના પ્રેમમાં છે
Next articleવહેમમાં લાગો છો – તરુણ ઢોલા (વચનામૃત : જીવન માર્ગદર્શક )