શહેરમાં ઠેર ઠેર કાદવ કીચડ : મચ્છરનો ઉપદ્રવ, રોગચાળાની દહેશત

30

ભાવનગર શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી સતત હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી સુકાઈ કે ફરી વરસાદ આવે અને રસ્તા ભીના થાય જ્યારે કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને નિચાણવાળા વાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા બાદ કાદવ કીચડના થર જામ્યા છે. અને તેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિત રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં વહેલી તકે સફાઇ કરાવવા ઉપરાંત દવાનો છંટકાવ કરવા માંગ ઉઠવા પામી છે.

Previous articleનવાપરામાં સીજીએસટી ટીમ પર હુમલા પ્રકરણમાં ચાર ઝડપાયા
Next articleકરીના અને સૈફ લંડનમાં મિત્રો સાથે પાર્ટી કરવામાં વ્યસ્ત