પાલીતાણામાં ન.પા.ની મંજુરી વિના ઈલેક્ટ્રીક લાઈનનું થતું ખોદકામ

1130

પાલીતાણા શહેરમાં ર૧મી સદીની મેગા સીટીની સાથે હરણફાળ ભરવા જઈ રહ્યું છે ત્યારે પીજીવીસીએલ અંતર્ગત એક પ્રાઈવેટ કંપની આખાય શહેરમાં અન્ડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક વાયર હેવી નાખી રહી છે. ચર્ચા મુજબ ભવિષ્યમાં ઈલેક્ટ્રીક થાંભલા ઉપર દોડતા ઈલેક્ટ્રીક વાયર દુર થશે અને ત્યારબાદ ફરિયાદમાં પણ ઘટાડો થશે પરંતુ આ બધાની વચ્ચે અમુક વિસ્તારોમાં શહેરની ફુટપાથ ઉપર તાજેતરમાં નખાયેલ પેવરબ્લોક, ફુટપાથ પરની માટી ખોદી નાખે છે ત્યાં કેબલ નાખવાની પ્રક્રિયા ચાલુ છે પરંતુ ખોદી નાખી કેબલ નાખ્યા બાદ તે ફુટપાથ, રોડ, પેવર બ્લોક યોગ્ય રીતે ફીટ કરવામાં નથી આવતા હોવાનું સ્થાનિક રહિશો બબળા પોકારી રહ્યાં છે. આ અંગે વધુ વિગત ચીફ ઓફિસર દવેએ જણાવ્યું કે, તેમને લેખીત મંજુરી નથી આપી તેમને ડીમાન્ડ નોટીસ રૂા.પ૪ લાખ ભરવાના થાય છે પરંતુ તેમને કંપનીને મોકલી આપેલ છે. થોડા સમયમાં ભરાય જશે તે હેતુ કામ ચાલુ કરવા દેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આમ, વગર મંજુરીએ રોડ ફુટપાથ ખોદી નાખવાનું ચાલુ થઈ ગયેલ છે છતાં લોકમુખે ચર્ચા રહ્યું છે કે જે નિયમ મુજબ કેબલ ઉંડા નાખવા જોઈએ તે પ્રમાણે નખાય રહ્યાં છે કે નહીં ? જે કામ થઈ રહ્યું છે તેના ઉપર સરકારી અધિકારીનું સ્થળ પરનું મોનીટરીંગ પણ થઈ રહ્યું નથી તેવું કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. આમ પ્રજાની સુખાકારીમાં વધારો જ્યારે થાય ત્યારે સ્પેશ્યલ એક અધિકારીની નિમણુંક થવી જોઈએ જેથી ખરેખર નિયત ટેન્ડરમાં દર્શાવેલ મુજબ કામ થાય છે ? તે પણ હાજર અધિકારી કહી શકે.

Previous articleએક એક વ્યક્તિની સ્વચ્છતા દ્વારા રાષ્ટ્ર સ્વચ્છ બની શકે
Next articleશૈક્ષણિક ક્ષેત્રે ભંડારિયા બ્રહ્મસમાજનું ગૌરવ સ્પર્શ શુકલ