મીના કુમારીની લાઇફ પર હવે ફિલ્મ બનાવવા તૈયારી

0
707

બોલિવુડમાં ધીમે ધીમે લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહેલી સેક્સી સ્ટાર સની લિયોનને હવે મોટી ફિલ્મ મળી શકે છે. તેને હાલમાં મોટી ઓફર મળી હોવાના હેવાલ મળ્યા છે. આ ઓફર મળ્યા બાદ તેની કેરિયરમાં ટર્નિંગ પોઇન્ટ આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ ઓફરને વિદ્યા બાલન જેવી અભિનેત્રી ફગાવી ચુકી છે. હકીકતમાં વિદ્યા બાલનને તુમ્હારી સુલુની સફળતા બાદ દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીની બાયોપિક ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. જો કે વિદ્યા બાલને આ રોલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એમ કહેવામાં આવે છે કે વિદ્યા બાલન પહેલા આ રોલની ઓફર માધુરી દિક્ષિતને પણ કરવામાં આવી હતી. જો કે વિદ્યા બાલન અને માધુરીએ રોલને કરવાનો ઇન્કાર કર્યો હતો. રિપોર્ટસ મુજબ હવે રાઇટર અને નિર્દેશક કરણ રાજદાને પટકથાને લઇને સની લિયોનની પાસે પહોંચ્યા હતા. એમ માનવામાં આવે છે કે ફિલ્મની પટકથા સની લિયોનને ખુબ પસંદ પડી છે. તે હવે મીના કુમારીના રોલમાં નજરે પડી શકે છે. હાલમાં સની લિયોનની રજૂ થયેલી ફિલ્મ તેરા ઇન્તજાર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મમાં તેની સાથે અરબાજે ખાને ભૂમિકા અદા કરી હતી. સની લિયોન હાલમાં સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

સની લિયોનની પાસે સતત સારી ફિલ્મો હાથમાં  આવી રહી છે. તે કેટલાક મોટા પ્રોજેક્ટમાં કામ કરી ચુકી છે. શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં તે આઇટમ સોંગ કરવામાં સફળત રહી હતી. સની લિયોન હાલમાં ટીવી શો સ્પ્લિટવિલામાં કામ કરવા જઇ રહ્યા છે. તે હોસ્ટ તરીકે શોમાં કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here