માલ્યાને ભારતીય બેંકોને કેસ લડવાનો ખર્ચ ચૂકવવા બ્રિટિશ હાઈકોર્ટનો આદેશ

976

બ્રિટિશ હાઈકોર્ટે વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે માલ્યાને ભારતીય બેંકોને કેસ લડવાનો ખર્ચ રૂપિયા ૧.૫ કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સરકારી બેંકોમાંથી રૂ. ૯,૦૦૦ કરોડ લઇને ભાગી જનાર વિજય માલ્યાએ કાનૂની લડાઈમાં પહેલેથી જ રૂ. ૧.૮ કરોડ ચૂકવ્યા છે, પરંતુ બ્રિટિશ હાઈકોર્ટે રૂ. ૩.૩ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

તાજેતરમાં, વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેઓ તેમની બાકીની ચુકવણી કરવા તૈયાર છે અને તેમના પર લાગેલ છેતરપિંડીના આરોપો ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પર બ્રિટેનની અન્ય એક કોર્ટમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. તમને જણાવી દઇયે કે, કિંગફિશર એરલાઇનના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા પર આશરે રૂ .૯૦૦૦ કરોડ અને મની લોન્ડરિંગ કૌભાંડના આરોપો છે. ગયા વર્ષે એપ્રિલમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.

Previous articleપુલવામામાં આંતકીઓનો ગ્રેનેડ હુમલો, ૪ ઘાયલ
Next articleભારતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૨% રહેવાનું અનુમાન