પીયુસી ન હોય તો વાહન માલિકને જેલ અને દંડ થશે

15

દિલ્હી સરકારે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે જેમની પાસે વાહનોનું પોલ્યૂશન સર્ટિફિકેટ નથી
નવી દિલ્હી , તા.૧૯
રાજધાની દિલ્હીમાં વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે એવા વાહન માલિકો સામે આકરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે જેમની પાસે પોતાના વાહનનું પોલ્યૂશન સર્ટિફિકેટ નથી. આવા લોકોને ૬ મહિનાની જેલ, ૧૦ હજારનો દંડ અથવા બંને પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે. દિલ્હી સરકારે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે જેમની પાસે પોતાના વાહનોનું પોલ્યૂશન સર્ટિફિકેટ નથી. નોટિસમાં વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લેવા અથવા દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, દિલ્હીમાં ૧૭ લાખ વાહનોના પોલ્યુશન સર્ટિફિકેટ નથી. જેમાં ૧૩ લાખ ટુ વ્હીલર અને ૩ લાખ કારનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૪ લાખ વાહન માલિકોને જીસ્જી મોકલવામાં આવ્યા છે કે તેઓ તેમના વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લે નહીં તો ભારે દંડ ભરવો પડશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ૨-૩ મહિના બાદ પ્રદૂષણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો થાય. સાથે જ વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, અધિકારીએ જણાવ્યું હતું કે, એવા વહાનોને મુક્તિ આપવાની કાયદાકીય જોગવાઈ છે જે વાહનો રસ્તા પર ચાલતા નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં જ એક રિટાયર્ડ આર્મી કર્નલએ ટ્રાન્સપોર્ટ વિભાગને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેમનો પુત્ર વિદેશમાં છે અને વાહન ગેરેજમાં પાર્ક છે. અધિકારીના જણાવ્યા અનુસાર, જે વાહનો રસ્તા પર નથી ચાલતા તેમને પોલ્યુશન સર્ટિફિકેટની જરૂર નથી પરંતુ જો આવા વાહનો સર્ટિફિકેટ વગર રોડ પર ચાલતા જોવા મળશે તો તેમને દંડ કરવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ મુજબ, જો કોઈ વાહન પીયુસી સર્ટિફિકેટ વગર રસ્તા પર ચાલતું જોવા મળે છે તો માલિકને ૬ મહિનાની જેલ, ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ, તમામ ટુ વ્હીલર્સને દર વર્ષે પીયુસીસર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યારે ફોર વ્હીલરના કિસ્સામાં તે મ્જી-ૈંફ માટે એક વર્ષ છે જ્યારે અન્ય વાહનો માટે તેની અવધિ ૩ મહિના છે. પીયુસીસર્ટિફિકેટ રીઅલ-ટાઈમ જનરેટ થાય છે અને વાહન રજિસ્ટ્રેશન ડેટાબેઝ સાથે આધારિત થાય છે. ટ્રાંસપોર્ટ ડિપાર્ડમેન્ટ દ્વારા ગયા વર્ષે ૬૦ લાખથી વધુ પીયુસીસર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યા હતા. પીયુસીસર્ટિફિકેટમાં વાહનોમાં કાર્બન મોનોક્સાઈડ (સીઓ) અને કાર્બન ડાયોક્સાઈડ (સીઓ૨) જેવા પ્રદૂષિત પરિબળોની તપાસ કરવામાં આવે છે અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

Previous articleનુપૂર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર ચપ્પાથી પ્રહાર
Next articleભારત-ચીન બોર્ડર પર કામ કરતા ૧૮ મજૂરો લાપતા થયા