કેરળ પુર : સ્થિતીમાં સુધારમાં હજુ ખુબ સમય લાગી શકે છે

0
985

કેરળમાં વિનાશકારી પુર બાદ સ્થિતીમાં સુધારો ધીમી ગતિથી  થઇ રહ્યો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરગ્રસ્ત મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પરંતુ રાજ્યમાં હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે ખાતરી આપતા કહ્યું છે કે, પુરગ્રસ્ત કેરળને ૬૦૦ કરોડ રૂપિયા એડવાન્સ સહાય તરીકે અપાયા છે. હજુ વધુ ફંડ આપવામાં આવશે. ૩૨૭૪ રાહત કેમ્પો હજુ પણ સક્રિય રહેલા છે. કેરળમાં જીડીપી ગ્રોથમાં એક ટકાથી પણ વધુનો ઘટાડો થઇ શકે છે.

કેરળ પુરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. મુખ્યમંત્રી વિજયનનું કહેવું છે કે, ૬૦૦૦૦થી વધારે આવાસને નુકસાન થયું છે.

૬૦૦૦૦થી વધુ આવાસોમાં સાફસફાઈની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. પુરગ્રસ્ત કેરળમાં ૧૦ લાખથી વધારે લોકો હજુ રાહત કેમ્પમાં છે.

બીજી બાજુ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હજુ ચાલી રહી છે. સ્તિતીમાં સુધારો થવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.૧૦ લાખથી વધુ લોકો રાહત કેમ્પોમાં છે જેમાં ૨.૧૨ લાખ મહિલાઓ અને એક લાખ બાળકોનો સમાવેશ થાય છે. એક પખવાડિયામાં ૨૩૧ના મોત ખુબ મોટો આંકડો છે. એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરી છે. એનડીઆરએફની ૫૮ ટીમો લાગેલી છે. ૮મી ઓગસ્ટ બાદથી ૨૩૧ લોકોના મોતની સાથે ૩૨ લોકો હજુ પણ લાપત્તા દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે.  ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે.  ૪૦ હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. ૨૬૦૦૦ મકાનો નાશ પામ્યા છે. એક લાખ કિલોમીટરના માર્ગો નાશ પામ્યા છે. અર્થતંત્રની કમર તુટી ગઈ છે. ૧૩૪ પુલ પણ નુકસાન પામી ચુક્યા છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે. કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.

૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે.આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. ૨૦૦૦૦ કરોડનું નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here