આજથી રેલ્વેમાં મફ્ત મુસાફરી વિમાની સુવિધા બંધ થશે

1188

ભારતીય રેલવે હવે એક સપ્ટેમ્બરથી મુસાફરોને મફત યાત્રા વીમાનો લાભ નહિ આપે. આ જાણકારી રેલ મંત્રાલયના એક અધિકારીએ આપી છે. રેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારતીય રેલવે ખાણીપીણી તેમજ પર્યટન નિગમ (ૈંઇઝ્ર્‌ઝ્ર)એ ૧ સપ્ટેમ્બરથી મફત મુસાફરી વીમાની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે અને વીમાની પ્રાથમિકતા વૈકલ્પિક રહેશે.

મુસાફરો માટે વેબસાઈટ અથવા મોબાઈલથી ટિકીટ બુક કરાવતા સમયે બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની હશે, જેમાં એક ઓપ્શનની પસંદગી કરવાની હશે, અને બીજાને છોડવાનું રહેશે. ડિજીટલ લેણ-દેણને પ્રોત્સાહન આપવા માટે આઈઆરસીટીસીએ રેલ મુસાફરો માટે ડિસેમ્બર ૨૦૧૭માં મફત યાત્રા વીમા શરૂ કરી હતી.

રેલવેએ આ પહેલા ડેબિટ કાર્ડથી થતા વળતર પર બુકિંગ ચાર્જ પણ માફ કરી દીધો હતો. આઈઆરસીટીસી દ્વારા વીમા અંર્તગત યાત્રા દરમિયાન દુર્ઘટનામાં મુસાફરોની મોત થવાની સ્થિતિમાં મેક્સિમમ ૧૦ લાખ રૂપિયા સુધીના વીમા રકમની જોગવાઈ હતી. તો યાત્રા દરમિયાન દુર્ઘટનામાં હેન્ડીકેપ્ડ થવા પર ૭.૫ લાખ રૂપિયા અને ઘાયલ થવા પર બે લાખ રૂપિયા અને મૃતદેહ પરિવહન માટે ૧૦,૦૦૦ રૂપિયાની જોગવાઈ હતી.

જોકે, યાત્રા વીમા શુલ્કના સંબંધે આવતા કેટલાક દિવસોમાં આદેશ આદેશ આવવાની પણ શક્યતા છે. પરંતુ કેટલુ શુલ્ક લગાવવામાં આવશે, તેનો ખુલાસો હજી થયો નથી.

Previous articleટ્રમ્પની WTOને ધમકી : અમારી શરતો પૂર્ણ નહિ થાય તો અમે બહાર નીકળવા પર વિચાર કરીશુ
Next articleરાહુલ ગાંધીનું કૈલાસ માનસરોવર જવું ભાજપને પચતુ નથી : ગેહલોત