બસ ખીણમાં પડી, 7 બાળકો સહિત 50 લોકોના મોત

0
460

તેલંગણાના કોંડાગટ્ટૂમાં મંગળવાર સવારે એક મોટી બસ દર્ઘટના સર્જાઈ છે. અહીં એક બસ ખીણમાં પડી જવાથી  50 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બસ જ્યારે ખીણમાં ખાબકી ત્યારે બસમાં 60 જેટલા મુસાફર સવાર હતા.

શરૂઆતમાં મળતી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ખીણમાં અચાનક ખીણમાં ખાબકી, જેમાં 50 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યૂ કરી સારવાર માટે નજીકની હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગણા રાજ્ય પરિવહન નિગમ(ટીએસઆરટીસી)ની આ બસ મંગળવારે સવારે કોંદાગટ્ટૂથી જગતિયાલ પાછી ફરી રહી હતી તે સમયે રસ્તામાં શનિવારપેટ ગામ પાસે રોડ પરથી ઉતરી ખીણમાં ખસકી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે.

દુર્ઘટના સ્થળે રહેલા સ્થાનિક લોકોના મતે બસની બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટેરિંક પરથી કાબુ ગુમાવી દીધો. જોકે, પોલીસનું કહેવું છે કે તે પૂરા મામલાની તપાસ કરી રહી છે. આ તપાસ બાદ જ સ્પષ્ટ કારણ બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here