આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું લોન્ચીંગ કરાયું

0
617

શિશુવિહાર સંસ્થા ખાતે યોજાયેલાં આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોન્ચીંગ સમગ્ર દેશની સાથે ભાવનગર જિલ્લામાં પણ કરાયુ હતુ.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે  સમગ્ર દેશના ૪૪૫ જિલ્લાની સાથે આજે ભાવનગર જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોન્ચીંગ થવાથી રાજ્યના ૨.૨૫ કરોડ લોકોને આરોગ્ય વીમા પોલીસી કવચ પ્રતિ વર્ષ રૂપિયા પાંચ લાખનું મળશે જેમ માં બાળકનું ધ્યાન રાખે છે તેમ તે જ રીતે સરકાર જનતા જનાર્દનનું ધ્યાન રાખે છે. આ પ્રસંગે ઝારખંડના રાંચીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોન્ચીંગ કર્યુ તેનું જીવંત પ્રસારણ વિશાળ પડદા પર દર્શાવવામાં આવ્યુ હતુ.  આ કાર્યક્રમમાં  સાંસદ ડો ભારતીબેન, ધારાસભ્ય જીતુભાઈ, જિલ્લા વિકાસ અધિકારી, મેયર, મ્યુ. કમિશ્નર, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ,  મ્યુ. સ્થાયી સમિતિના અધ્યક્ષ, આરોગ્ય વિભાગના અધિકારી, આમંત્રિતો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here