વિરાટ કોહલીને કાંડામાં ઈજા થતા બીસીસીઆઈ ટેન્શમાં

874

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત પ્રવાસ માટે આવી ગઈ છે અને ટેસ્ટ શ્રેણી આડે હવે થોડા દિવસો જ બચ્યા છે. જોકે ટીમ ઇન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પહેલા સમાચાર આવ્યા હતા કે એશિયા કપની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ટાળવામાં આવી છે પણ હવે માહિતી મળી છે કે આ જાહેરાત સુકાની વિરાટ કોહલીની કાંડાની ઇજાના કારણે ટાળવામાં આવી રહી છે.

વિરાટ કોહલીને કાંડામાં ઈજા છે અને બીસીસીઆઈની સિલેક્શન કમિટી કોહલીના આ ઈજાની મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે વિરાટને કાંડામાં ઈજા છે. આ માટે તેના પરિક્ષણ થયા છે. બસ નેશનલ ક્રિકેટ એેકેડમીમાં સહયોગી સ્ટાફ પાસેથી મેડિકલ અપડેટની રાહ જોવામાં આવી રહી છે. હજુ એ સ્પષ્ટ નથી કે વિરાટને કાંડામાં ઈજા કેવી રીતે થઈ છે. આ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ દરમિયાન કે ટ્રેનિંગ સેશનમાં થઈ હશે.

જો કોહલીની ઈજા ગંભીર નથી તો પસંદગીકારો બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરશે. ટીમની જાહેરાત શનિવારે સાંજે કે રવિવારે થાય તેવી સંભાવના છે. બોર્ડના સુત્રોના મતે પસંદગીકારો જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને ટેસ્ટ મેચમાં આરામ આપવાના મૂડમાં છે. ભારત માટે રાહતના સમાચાર એ છે કે સ્પિનર આર.અશ્વિને ફિટનેસ માટે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે ટીમ માટે ઉપલબ્ધ રહેશે.

Previous articleઉત્તર બોમ્બે સાર્બોજિન દુર્ગા પૂજા સમિતિ ૨૦૧૮ ની જાહેરાત!
Next articleએશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શન પર આનંદ થયો : તેંદુલકર