એશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શન પર આનંદ થયો : તેંદુલકર

1028

તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે યુએઈમાં રમાયેલા એશિયા કપના  વખાણ કરીને જીતનો સંપૂર્ણ શ્રેય આખી ટીમને આપ્યો હતો. તેમણે કહ્યું, ‘મેં બધી મેચ જોઈ નથી. જ્યારે પણ મેં જોયુ ત્યારે મને ભારતીય ટીમના પ્રદર્શન પર આનંદ થયો.’ આ સાથે જ તેમણે કહ્યું, ‘હું આખી ટીમને જીતનો શ્રેય આપુ છું. કેટલાંક ખેલાડીઓએ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યુ અન કેટલાંક ખેલાડીઓ આશા સાથે પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ હું કહીશ કે ટીમનું પ્રદર્શન જોઈ હું ખૂબ ખુશ થયો.’

માસ્ટર બ્લાસ્ટરના હુલામણા નામથી પ્રખ્યાત બનેલા તેંડુલકરે કહ્યુ, હું બધા ખેલાડીઓને અભિનંદન આપવા માંગુ છું. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશને અંતિમ બોલમાં ત્રણ વિકેટથી હરાવી ખિતાબ જીત્યો હતો. આ મુકાબલામાં બાંગ્લાદેશે ભારતને ૨૨૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ જીતનો શ્રેય આખી ટીમને આપ્યો હતો. મેચ બાદ રોહિતે કહ્યું કે તેમની ટીમે આખી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યુ છે અને એનો જ આ પુરસ્કાર મળ્યો છે.

Previous articleવિરાટ કોહલીને કાંડામાં ઈજા થતા બીસીસીઆઈ ટેન્શમાં
Next articleબ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેનાં શૂટમાં ટૉપલેસ થઇ સેરેના