બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેનાં શૂટમાં ટૉપલેસ થઇ સેરેના

806

ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ એક ખાસ કૉઝ માટે શૂટ કરવામાં આવેલા વીડિયોમાં ટૉપલેસ જોવા મળી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સેરેના પોતાના હાથોમાં પોતાના ઉભારોને છાંકીને ગીત ગાઇ રહી છે. તેણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે આ વીડિયો શૂટ કર્યો છે.

ઇન્ટરનેટ પર સેરેના વીલિયમ્સનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સેરેના આ વીડિયોમાં ફેમસ સૉન્ગ ૈં ર્‌ેષ્ઠર સ્અજીઙ્મક ગાતી જોવા મળી રહી છે. સેરેનાએ રવિવારે આ વીડિયોને સોશિયલ મીડિયા સાઇટ્‌સ પર શેર કર્યો છે. બ્રેસ્ટ કેન્સર નેટવર્ક ઓસ્ટ્રેલિયા માટે તેણે આ વીડિયો શૂટ કર્યો છે.

સેરેનાએ લખ્યું કે તેણે આ વીડિયોના માધ્યમ દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરને લઇ જાગૃત થવા અને સેલ્ફ ચેક કરવા માટે પ્રોત્સાહિત કરી છે.

સેરેનાએ જણાવ્યું કે, હા, આ મને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવે છે પરંતુ મે આ એટલા માટે કર્યુ કારણ કે તે દરેક મહિલાને પ્રભાવિત કરે છે. સમય રહેતાં ઓળખ થઇ જવાથી જીવન બચાવી શકાય છે.

સેરેનાએ જણાવ્યું કે આ વીડિયો ક્રિસી એમ્ફલેટના સન્માનમાં શૂટ કરવામાં આવ્યો છે. ક્રિસીનું મોત બ્રેસ્ટ કેન્સરના કારણે થયું હતું.

આ વીડિયોને ૧૦ કલાકમાં જ ૧૩ લાખ વાર જોવામાં આવ્યો છે. અનેક લોકોએ વીડિયોમાં સેરેનાની પ્રશંસા પણ કરી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Previous articleએશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શન પર આનંદ થયો : તેંદુલકર
Next articleરોહિત શર્મા વન ડે રેન્કિંગમાં બીજા નંબર પર