ક્રિકેટર કે.એલ. રાહુલે એક્ટ્રેસ અથિયા શેટ્ટીને પાર્ટનર ગણાવી..!

155

(જી.એન.એસ)લંડન,તા.૧૪
બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીનું અફેર ઇન્ડિયન ક્રિકેટર કે એલ રાહુલ સાથે હોવાની ચર્ચા છે. જોકે, બંનેએ ક્યારેય પોતાનો સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હવે લાગી રહ્યું છે કે બંને આ સંબંધો અંગે ઘણાં જ ગંભીર છે. કે એલ રાહુલ હાલમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડમાં જ છે. તેની સાથે અથિયા શેટ્ટી પણ છે. ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે રાહુલે બીસીસીઆઈને અથિયાની ઓળખાણ પાર્ટનર તરીકે આપી હતી. ગયા મહિને અથિયા તથા રાહુલ સાથે જ ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. ક્રિકેટર્સ ઇંગ્લેન્ડ જાય તે પહેલાં લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ્‌સે તમામ ક્રિકેટર્સને તેમની સાથે ટ્રાવેલ કરનાર વ્યક્તિઓના નામ માગ્યા હતા. પ્લેયર્સે પોતાની પત્ની અથવા પાર્ટનર્સના નામ આપવાના હતા. કે એલ રાહુલે અથિયા શેટ્ટીને પાર્ટનર કહીને તેનું નામ આપ્યું હતું. અથિયા પણ સાઉથહમ્પ્ટનમાં ક્રિકેટર્સ સાથે જ બાયોબબલમાં રહી હતી. ઇંગ્લેન્ડમાં અથિયા તથા રાહુલે સાથે હોય તેવી એક પણ તસવીર સો.મીડિયામાં શૅર કરી નથી.
ઇંગ્લેન્ડમાં તેઓ સાથે છે અને ટીમ માટે જે બબલ બનાવવામાં આવ્યું હતું, તેમાં જ અથિયા રહી હતી. હાલમાં જ કે.એલ રાહુલ લંડનની ગલીઓમાં અહાન શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. રાહુલ તથા અહાને બ્લેક આઉટફિટ પહેર્યા હતા. રાહુલે માસ્કથી પોતાનો ચહેરો કવર કર્યો હતો. આ તસવીર શૅર કરીને રાહુલે કહ્યું હતું, ’હેપ્પી વાઇબ્સ અહાન શેટ્ટી સાથે.’ ઇન્ડિયન ક્રિકેટર્સ હાલમાં બ્રેક પર છે. ૧૪-૧૫ જુલાઈની આસપાસ ક્રિકેટર્સ બાયબોલમાં જશે તેમ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ ૪ ઓગસ્ટના રોજ રમાશે. એ પહેલાં ટીમ ઇન્ડિયા વોર્મ અપ મેચ ૨૦થી ૨૨ જુલાઈની વચ્ચે ઇંગ્લેન્ડ સામે રમશે તેમ માનવામાં આવે છે.