પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ગુજરાતી યુવતી સાથે લગ્ન કરશે, તસવીરો વાઇરલ

307

(જી.એન.એસ)લંડન,તા.૧૪
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરાના સંબંધો સાઉથ એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય સાથે હોવાની ચર્ચા છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જોકે, હજી સુધી બંનેએ પોતાના સંબંધો અંગે ઓફિશિયલ જાહેરાત કરી નથી. નીલમ ઉપાધ્યાયનો જન્મ ગુજરાતમાં થયો છે. સિદ્ધાર્થની આ પહેલાં બેવાર સગાઈ તૂટી ચૂકી છે. નીલમે સિદ્ધાર્થના જન્મદિવસ પર તસવીરો શૅર કરીને શુભેચ્છા પાઠવી હતી. સિદ્ધાર્થનો ૧૨ જુલાઈના રોજ ૩૨મો જન્મદિવસ હતો. તસવીરોમાં નીલમ તથા સિદ્ધાર્થ એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. આ ઉપરાંત નીલમે સિદ્ધાર્થની નાનપણની તસવીરો પણ શૅર કરી હતી. નીલમે પોએટ માઝા દોહતાની કવિતા શૅર કરી હતી, તેણે કહ્યું હતું, ’કેટલીક લાગાણીઓને ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. તમે તેને નામ આપવાનું શીખો છે, જ્યારે તે વ્યક્તિ તમને તે આપે છે. જન્મદિવસની શુભેચ્છા.’ નીલમની આ પોસ્ટ પર બહેન પ્રિયંકાએ હાર્ટ ઇમોજી શૅર કરી હતી. સિદ્ધાર્થ તથા નીલમની આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. ૨૭ વર્ષીય નીલમ ઉપાધ્યાયનો જન્મ ગુજરાતમાં ૫ ઓક્ટોબર, ૧૯૯૩માં થયો હતો. જોકે, તેનો ઉછેર મુંબઈમાં થયો છે. તેણે મુંબઈની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ૨૦૧૦માં નીલમે સાઉથ ફિલ્મ ’સેવથુ સરીયે’થી એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કેટલાંક કારણોસર ક્યારેય બની નહીં. ત્યારબાદ નીલમે એમટીવીના શો ’સ્ટાઇલ ચેક’માં કામ કર્યું હતું. આ શો બાદ નીલમને વિવિધ ફિલ્મની ઑફર મળી હતી. ૨૦૧૨માં નીલમે તેલુગુ ફિલ્મ ’મિસ્ટર ૭’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે તેલુગુ ફિલ્મ ’૩ડી’, તમિળ ફિલ્મ ’ઉન્નોડુ ઓરુ નાલ’ તથા હિંદી ફિલ્મ ’ઓમ શાંતિ ઓમ’ની તમિળ રિમેકમાં જોવા મળી હતી.