જૂની હીરોઈનોમાં મધુબાલા અને નવી હિરોઈનોમાં કેટરિના કૈફ વધુ પસંદ છે : સલમાન ખાન

1963

અભિનેતા સલમાન ખાનનાં લગ્ન ક્યારે થશે? આ પ્રશ્નનો જવાબ તો કદાચ સલમાનનાં ફેમિલી મેમ્બર્સને પણ નહી ખબર હોય. ખુદ સલમાન ખાન પણ આ પ્રશ્નનાં જવાબ આપીને થાક્યો છે. જો કે દરેક વ્યક્તિ એ જાણવા ઇચ્છે છે કે સલમાનની સૌથી નજીક કઈ છોકરી છે. આમ તો સલમાન ખાનની લાઇફમાં ઘણી છોકરીઓ આવી પરંતુ આમા સૌથી નજીક કોણ છે તેનાથી સૌ અજાણ છે. જો કે અભિનેતા બૉબી દેઓલે ચતુરાઈ પૂર્વક સલમાન ખાન પાસેથી આ પ્રશ્નનો જવાબ મેળવવામાં સફળતા મેળવી છે. બૉબી દેઓલ અને પિતા ધર્મેન્દ્ર ટીવી શૉ ’૧૦ કા દમ’માં પોતાની આગામી ફિલ્મ ‘યમલા પગલા દીવાના-૩’નાં પ્રમોશન માટે પહોંચ્યા હતા. શૉમાં હસી-મજાક ચાલતી રહી, ત્યારે અચાનક બૉબી દેઓલે કહ્યું કે તે સલમાન અને પિતા ધર્મેન્દ્રને કેટલાક પ્રશ્ન પુછવા માંગે છે. બંનેએ બૉબી દેઓલને પરવાનગી આપી. બૉબીએ આ તકનો લાભ ઉઠાવતા સલમાન ખાનને પુછ્યું, “તમને જુની અને નવી હીરોઇનોમાં કોણ સૌથી વધુ પસંદ છે?” સલમાન ખાન પહેલા તો આ પ્રશ્નનો જવાબ આપતા ખચકાયો, પરંતુ આખરે તે એ બોલ્યો જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. સલમાને રહ્યું કે જુની હીરોઇનોમાં તેને મધુબાલા અને નવી હીરોઇનોમાં કેટરીના કૈફ પસંદ છે.