વિરાટ કોહલી અને ટીમે વિદેશ પ્રવાસમાં પુરતી પ્રેક્ટિસ મેચ રમવી જોઈએ : દ્રવિડ

0
382

વિદેશ પ્રવાસ પહેલા ભારતીય ટીમે જે-તે દેશમાં વોર્મ અપ મેચ રમવી જોઈએ. પરંતુ વિરાટ કોહલી પ્રેક્ટિસ મેચમાં હરિફ ટીમને હળવાશથી લેતો હોય છે અને આ કારણે તેણે ઘણી વખત ટિકાનો ભોગ બનવું પડે છે. ટીમ ઈન્ડિયાના ધ વોલ કહેવાતા પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને ટીમને વિદેશી શ્રેણી પહેલા વોર્મ અપ મેચ રમવાની સલાહ આપી છે.

દ્રવિડે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વિદેશમાં મેચ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનો મને ઘણો ફાયદો થયો છે. ટેસ્ટ શ્રેણી શરૂ થવા પહેલા રમેલી કેટલીક ફર્સ્ટ ક્લાસ મેચથી રમતમાં મદદ મળે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેણે એમ પણ કહ્યું કે, લાલ બોલની રમતમાં ભારતીય ખેલાડીઓમાં પ્રેક્ટિસનો અભાવ છે અને તેના પરિણામ ભોગવવા પડે છે.

ભારતીય ક્રિકેટરોએ સતત પ્રેક્ટિસ ચાલુ રાખવાની જરૂર છે. આ માત્ર એક વખત કે એક-બે વર્ષ પૂરતું જ મર્યાદિત ન થઈ જાય તે જોવું પડશે. અંડર-૧૯ અને એ ટીમ માટે પણ આવી પ્રોસેસ બનાવવી જોઈએ તેમ હું માનું છું. આ ઉપરાંત રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરતાં ખેલાડીઓને પણ તક આપવી જોઈએ. હું માનું છું કે વન ડે અને ટી૨૦ ક્રિકેટમાં આપણી પાસે અઢળક ટેલેન્ટ છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં મર્યાદીત જ ટેલેન્ટ છે અને તેના કારણે ધાર્યુ પરિણામ મળતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here