સેન્સેક્સ 900 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યો

0
335

ભારતીય શેરબજારમાં આજે બજારમાં શરૂઆતે જ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 980 પોઈન્ટ ઘટીને 33,774ની સપાટીએ જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 250 પોઈન્ટના કડાકા સાથે ખુલ્યા હતા. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટીને 74.44ની સપાટીએ પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાઈના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો.

ગુરુવારે વૈશ્વિક બજારમાંથી મળેલા નબળાં સંકેતોના કારણે તેની સીધી અસર ભારતીય બજાર ઉપર જોવા મળી હતી. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઉંઘા માથે પડ્યાં. ભારતીય શેરબજાર ખુલતાં જ સેન્સેક્સમાં 980 પોઈન્ટ જેટલો અને નિફ્ટીમાં 250 પોઈન્ટ કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં કડાકાના પગલાં સેન્સેક્સ 980 પોઈન્ટ ઘટીને 33,774ની સપાટીએ જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી-50માં 263 પોઈન્ટનો ઘટાડો થીને 10,196ની સપાટી જોવા મળી હતી. આજે મોટા ભાગના સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટીને 74.47ની સપાટીએ પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાઈના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં આ સપ્તાહની વાત કરીએ તો સોમવારે અને મંગળવારે સેન્સેક્સ-નિફ્ટીમાં નરમાઈ રહ્યા પછી બુધવારે તેજી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 461.42 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી હતી. નિફ્ટી દિવસ દરમિયાન 159 પોઈન્ટ વધીને 10460ની સપાટીએ બંધ થયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here