મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરશે તો “થાઇલેન્ડ”  બની જશે

864

જો તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે. કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

આ વિરોધ વચ્ચે, કેરળનાં સબરીમાલા મંદિરનું સંચાલન કરતા દેવોસ્વોમ બોર્ડનાં પૂર્વ પ્રમુખ ગોપાલાક્રિષ્નને કહ્યું કે, જો તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.

ગોપાલાક્રિણ્નને એમ પણ કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે આવશે તેને ક્યાં તો વાઘ ઉપાડી જશે અથવા પુરુષો હેરાન કરશે અને તેઓ ફરિયાદ કરી શકશે નહીં. ભગવાન અયપ્પાનો ઓરા ખતમ થઇ જશે.

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને આ ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે. આ રિવ્યુ પિટીશનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, લોકોના અવાજ સામે સુપ્રિમ કોર્ટની કોઇ વિસાત નથી. ધ નાયર સર્વિસ સોસાયટી નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.

Previous articleભારત વિરૂદ્ધ ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરવા પાકની ધમકી
Next articleસોમાલિયામાં બે આત્મઘાતી વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત, ૫૦ ઘાયલ