‘ત્રિ-ભુવન તીર્થ’ રામમય બન્યું ‘માનસ – ત્રિભુવન’ કથાનો મંગળ પ્રારંભ

1113

વિશ્વભરના શ્રાવકો, ભાવકો, ભક્તો, સંતો, મહંતો અને સર્વજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મંગળ ઘડી આવી પહોંચી ર૭ તારીખ શનિવારે બપોરે ચિત્રકૂટધામથી પોથીયાત્રારનો પ્રારંભ થયો. હર્ષોલ્લાસ સાથે વિશાળ જનસમુહ પોથીયાત્રામાં જોડાયો. આ પ્રસંગે યજમાન હરિભાઈએ વિનમ્ર ભાવે કહ્યું કે બાપુ કૃપાથી પોતે તો કથાના માત્ર નિમિત્ત બન્યા છે. ખરા અર્થમાં તો આ મંગલ મનોરથના આપ સૌ (શ્રોતાઓ, ભાવકો) મનોરથી છો. રાજુલાના અગ્રણી બાબુભાઈ રામ પોતાની સમગ્ર ટીમ સાથે રાત દિવસ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

દરમ્યાન ગઈકાલે સંધ્યા ટાણે કથા સ્થળે મહુવા શહેર અને તાલુકાના સાધુ-બ્રહ્મ સમાજની ચોર્યાસીનું ભવ્ય આયોજન થયું. મહુવા ઉપરાંત તળાજા, રાજુલા, ઉના, ચલાળા વિગેરે છ તાલુકાના સાધુ-બ્રાહ્મણોએ મહાપ્રસાદનો લાભ લીધો. આ પ્રસંગે મંચ પરથી બ્રહ્મ સમાજ તેમ જ સાધુ સમાજની ત્રણે શાખાઓના અગ્રણીઓએ યજમાનને સન્માનપત્ર અર્પણ કર્યુ અને પુષ્પમાળા તેમજ શાલથી તેમને સન્માનીત કરી, રૂડા આશીર્વાદ પાઠવ્યા.

પૂજય બાપુએ આ પ્રસંગે પોતાની અંગત ઉર્મિઓ વ્યકત કરતા જણાવ્યું કે વ્યકિતગત મારા માટે અને મારા પરિવાર માટે હવે આ ગામ તલગાજરડા નથી પણ ત્રિભુવન તીર્થ છે. અહીં મારા દાદાનો ખુણો છે, જે અક્ષય પાત્ર છે. આ ભુમિમા મેં માંડવી વીણી છે ત્યાંથી આપણ હવે હિરા વીણશું.

વિશ્વવિક્રમી બની રહેનારી આ કથાથી રામાયણજીની આરતી વખતે વ્યાસપીઠ પરથી ઘંટનાદ થશે. બાપુ ઈચ્છે છે કે વ્યાસપીઠ પરથી રામજી મંદિરની માફક જ પુર્ણરૂપે આરતી થાય. માનસ ત્રિભુવનથી આ પરંપરાનો પ્રારંભ થશે.

૩-૪પ કલાકે વ્યાસપીઠ પર પોથીજીની પધરામણી થઈ. વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજયરમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના પાવન હસ્તે દીપ પ્રાગટય થયું ત્યારે સાથે યોગઋષિ પૂજય રામદેવ બાબા, હરિ ઓમ બાપુ, પૂજય ભારતીબાપુ તથા નકુમ પરિવારની નાનકડી દિકરી લક્ષ્મી તેમની સાથે જોડાયાં. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીઆ, પુરૂષોત્તમભાઈ રૂપાલા, ગુજરાતના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમો, વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઈ કાછડિયા તથા અન્ય ધારાસભ્યઓ, યજમાન  પરિવારના રામજીદાદ, ઈંગ્લાંડના શ્રવક રમેશભાઈ સચદેવ વગેરે મહાનુભાવો દીપ પ્રાકટયમાં ઉપસ્થિત રહ્યા. સૌના યથોચિત સન્માન બાદ પરેશભાઈ ધાનાણી તથા પુરૂષોત્તમભાઈ રૂપાલએ પ્રાસંગિક વંદન-અભિનંદન પાઠવ્યા

મહંત ભારતીબાપુએ જણાવ્યું કે રામકથા દ્વારા પૂજય બાપુએ સમગ્ર રાષ્ટ્રને જીવનનો રાજમાર્ગ બતાવ્યો છે. બાબા રામદેવજીએ કહ્યું પોતે રાજયમંત્રીને કહીને રામકથાના સીધા પ્રસારણ પરનો પ્રતિબંધ દુર કરાવ્યો છે. પૂજય ભાઈએ કહ્યું કે અસ્તિત્વ આપણને કોઈ વસ્તુ નકામી આપે જ નહીં કયાથી આપણા કાનના માધ્યમથી ભગવાન કકશબ્દબ્રહ્મના રૂપમાં આપણામાં પધારે છે.  જે આપણા મનને નિર્મળ કરી દે છે. કથા આવે ત્યારે કૃષ્ણ આપણા હૃદયને ઝાડુ લઈને સાફ કરે છે. ભગવાન ખુદ કથાનું રૂપ લઈ, આપણી પાસે આવ્યા છે. એ આપણુ સદભાગ્ય છે. તેમણે કહ્યું કે રામચરિત માનસમાં મારો પ્રવેશ થયો હોય તો તે માત્ર બાપુ થકી થયો છે. પૂજય ભાઈએ કહ્યું કે આપણો નાનકડાં સ્વાર્થ કયાંક સમાજને બહુ મોટું નુકસાન તો નથી કરી રહ્યો ને એ આ કથા સાંભળ્યા પછી આપણે વિચારવું રહ્યું.

દરમ્યાન કથા શ્રવણ માટે આજે સુરતના અગ્રણી ઉદ્યોગણપતિ સવજીભાઈ ધોળકિયા તથા સુરતના બાદશાહ ભામાશા જેવા લવજીભાઈ ઉપસ્થિત હતાં. આહિર સમાજના દાતા ડાહ્યાભાઈ ગુદરાસિયા તથા બાવળાના હરિભાઈ ભરવાડ અને રાજુલાની અલ્ટ્રાટેક સિમેન્ટ, સીન્ટેકસ લીમીટેડ, પીપાવાવ પોર્ટ, જીએચસીએલ વગેરે કંપનીઓના પ્રતિનીધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વિશ્વનાથ મમ નાથ પુરારિ ા ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી ાા

તુમ ત્રિભુવન ગુરૂ બેદ બખાના ા આન જીવ પાવર કા જાના ાા

ઉપરની બે ચોપાઈઓને કેન્દ્રમાં રાખીને પૂજ્ય બાપુએ ‘માનસ-ત્રિભુવન’રૂપી પ્રેમયજ્ઞનો શુભારંભ કર્યો. બાબા રામદેવજીના આગ્રહને વશ પૂજ્ય બાપુએ હરદ્વાર તેમના આશ્રમ ખાતે ર૦ર૦માં રામકથા આપ્યાની જાહેરાત કરી. બાપુએ બાબાએ અનુગ્રહ કર્યો કે આવતીકાલે સવારે ૮-૦૦ કલાકે કથા મંડપમાં સહુને યોગ્ય કરાવે.

તલગાજરડાની આ દસમી કથા છે. પાંચ કથાઓ રામજી મંદિરમાં મેં ઉત્તરાભિમુખ કરી પછી પીછોડીયા હનુમાને બે કથામાં ઉગમણું મોઢુ રાખ્યું પછીની કથા ઉત્તરાભિમુખ થઈ (દુલાભાઈ વાડીમાં ), પાણીમાં બે કથા પણ ઉત્તરાભિમુખ કથા થઈ. આ વખતે મારી કથા દક્ષિણાભિમુખ છે. હવે એક આથમણી દિશા બાકી છે. તલગાજરડામાં પ્રથમ કથા દક્ષિણાભિમુખ થઈ છે. બાપુએ કહ્યું કે હું મહુવા સામે જોઈને બોલવાનો છું કે મારૂ ગામ, મારો તાલુકો, મારો જિલ્લો, મારૂ રાજ્ય, મારો દેશ અને પુરી વસુંધરા વ્યાસપીઠની ઈજ્જત ન રાખે ! વ્યાસપીઠની ઈજ્જત રાખવાની આ બધાની જવાબદારી છે અને હું તો એકવાર આઈએ હનુમંત બિરાજીએ એમ કરી દઉ પછી તો બધુ હનુમાનજી ઉપર છોડી દઉ છું અને ભગવાનની કૃપાથી અહીં શાંતિ, એકતા અને ભાઈચારો સ્થપાયો છે. ગઈકાલે એમ હતું કે અશાંતિને લીધે કદાચ સંખ્યા ઓછી થશે પણ ધન્ય છે વિપ્ર સમાજ અને સાધુ સમાજને કે બધાએ ચૌર્યાસીમાં આવીને અમને રૂડા કરી દેખાડ્યા.

મારી પાસે ત્રણ ખુણા છે, સાહેબ અને હું મારા વૈશ્વિક પરિવારને કહેવામાં માનું છુ કે, એક ખુણો મારા તલગાજરડાના માટીના ઘરનો ખુણો. જ્યાં મારા સદ્દગુરૂ ભગવાને મને જીવન આપ્યું અને આ ખુણાને કદી લુણો નથી લાગ્યો. બીજો મારા જુના રામજી મંદિરનો ખુણો અને ત્રીજો મારી આંખનો ખુણો. આ ત્રણે ખુણાઓનું આ કથામાં વિશેષ સ્મરણ થશે. હું આઠ વરસનો હતો ત્યારે અમે અહિંચન, અભાવગ્રસ્ત સાધુના છોકરાઓએ આ ખેતરમાંથી માંડવી વીણી છે અને પાછળના ખેતરમાં કસ્તુરી રોપવાનું કામ કર્યુ છે. એ ભુમી પર આજ એક નવી ખેડ્ય કરવા આવ્યો છું. આ કથા મારા પુજ્યવાદ દાદાના સ્મરણમાં માનસ ત્રિભુવન છે. બીજુ રામજીભાઈના ધર્મપત્નીના ગુરૂ પ્રભુદાસબાપુ અને રામજીભાઈના ગુરૂ સુખારામબાપુ. બાપુએ કહ્યું કે, વ્રજ ચોર્યાસીની કથાથી મારા મનમાં ચોર્યાસીનો વિચાર આવ્યો હતો. ત્રિભુવન તિર્થમાં કથા થાય ત્યારે મહુવા તાલુકાના ત્રણે શાખાના સાધુઓની સાધુ-બ્રહ્મચોર્યાસી કરવાનું નક્કી થયું. બાપુએ કહ્યું કે, મારા તોંતેર વર્ષમાં આટલી મોટી સાધુ-બ્રાહ્મણ સમાજની ચોર્યાસી હજુ સુધી થઈ નથી. વળી, આજે ર૬ તારીખે યોગાનુયોગ બ્રહ્મદ્વિતિયા તિથી છે. આવો રૂડો પ્રસંગ છે ત્યારે ઉપસ્થિત સહુ સાધુ-બ્રાહ્મણોને બાપુએ પ્રણામ પાઠવ્યા.

બાપુએ કહ્યું કે, મારી લાજ હનુમાનજી રાખે છે અને મારી લાજ તમારે બધાએ રાખવાની છે. આખો પંથક આનંદથી અને એકતાથી આ કથાને માણે એવો ભાવ પૂજ્યબાપુએ વ્યક્ત કર્યો હતો. બ્રાહ્મણ અને સાધુને જો ભય લાગે તો એનું બ્રાહ્મણત્વ અને સાધુત્વ લાજે. આ ક્યાંથી રામાયણની આરતી સાથે વ્યાસપીઠ પરથી ઘંટ વાગે. બાપુની એવી ઈચ્છા છે કે, વ્યાસપીઠ પરથી રામજી મંદિરની જેમ જ આરતી થાય. આ બાવો નિત્ય નવો છે. એટલે વ્યાસપીઠ પરથી બધુ નવું નવું થયા કરે છે. રામકથાના પ્રારંભે જ આટલા બધા સાધુ-બ્રાહ્મણો આવ્યા એના આશિર્વાદરૂપી ફળ મળી ગયું છે. હવે એને નવ દિવસમાં સુદ્રઢ કરવાનું છે. આ કથામાં એક એક થાંભલો પકડીને હિમાલયના કેટલા બુધ્ધો અને સિધ્ધો બેસશે એ તો મારો નાથ જાણે. આ કથા અનન્ય બની રહેવાની છે એ નિઃશંક છે.

આજની ગઝલ

હજારો ખજાને લુટા લે ગયા હૈ

ફકીરો કી જોતીદુઆ લે ગયા હૈ

હજારો અદાઓ સે દેખે ચહેરા,

લેકીન પુરા મજા તો આપના લે ગયા હૈ

મૈ કયુ ઉસ્કે આને કેી ઉમ્મદ છોડું,

વો કાગઝ પે મેરા પતા લે ગયા હૈ

મીટાને કો આયા, દુઆ દે કે લૌટા,

વો કયા લેને આયા, કયા દે ગયા હૈ !

આજની રત્નકણીકા

*             મારા જીવનમાં ત્રણ ખુણા મહત્વા છે. એક મારા જુના ઘરના ઓરડાનો ખુણો, જયાં મારા દાદાજીએ મને માનસ આપ્યું. બીજો જુના રામજી મંદિરનો ખુણો અને ત્રીજો મારી આંખનો ખુણો.

*             રામકથા- રામચરિત્‌ માનસનો આરંભ સંશસ્ય છે, મધ્ય સમાધાન છે. અને અંત શરણાગતિ છે.

*             સંશય સત્ય છે, સમાધાન પ્રેમ છે અને શરણ્યગતિ કરૂણા છે.

*             મોરારિબાપુ એક ગોપી જ છે.

*             વ્યાસપીઠે શ્લોકને સરળ કરી, લોક સુધી પહોંચાડ્યો અને લોકના હૈયામાં પડેલી વિદ્યાપીઠોને શ્લોક સુધી પહોંચાડ્યા

Previous articleજાફરાબાદ તાલુકાના ગામડાઓમાં એકતા રથયાત્રાનું ભવ્ય સ્વાગત
Next articleઆર.જે.એચ.હાઈસ્કૂલ ઢસા જંકશન બોટાદ જીલ્લાની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી