જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં એકતા રથયાત્રાનું ભવ્ય સ્વાગત

1146

જાફરાબાદ તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ સરદાર વલ્લભભાઈ પટેલની એકતા રથયાત્રાનું હેમાળ પંથક નાગેશ્રી પંથક અને કાગવદરમાં અંતિમ  ચરણમાં ખુબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ હીરાભાઈ સોલંકી રવભાઈ ખુમાણને ઠેર ઠેર આવકાર આપ્યો હતો.

જાફરાબાદ તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા રથના ઈન્ચાર્જ રવુભાઈ ખુમાણ અને  હીરાભાઈ સોલંકીને હેમાળ રોલણા, જુની અને નવી જીકાદ્રી દુધાળા પંથકના તમામ ગામો જેવા કે ખાલસા કંથારીયા, કોળી કંથારીયા, બાલની વાવ, ભટવદર અને કાગવદર મીઠાપુરમાં અકલ્પનીય સ્વાગત સન્માન સાથે સરદાર પટેલની વિશાળ શોભતી એકતા રથમાં પ્રતિમાને હેમાળ સરપંચ મયલુભાઈ ખુમાણ જુની જીકાદ્રી સરપંચ પ્રકાશભાઈ, દિલુભાઈ વરૂ, જેતુભાઈ વાળા, જુશભાઈ વરૂ તેમજ નવીજીકાદ્રી સરપંચ આલુકભાઈ વરૂ, મહેશભાઈ વરૂ, દુધાળા સરપંચ અજયભાઈ વરૂ, કિશોરભાઈ વરૂ, અમરૂભાઈ વરૂ, કેસુભાઈ વરૂ, તેમજ નાગેશ્રી સરપંચ પ્રભાતભાઈ વરૂ, સુરીંગબાપુ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગૌત્તમભાઈ વરૂ, મીઠાપુર સરપંચ શાંતુભાઈ વરૂ, ઉપસરપંચ હરેશભાઈ ભાલીયા, બાલાની વાવ સરપંચ પહુભાઈ વરૂ, પ્રતાપભાઈ વરૂ, ભટવદર ઉકાભાઈ સોલંકી  દિલુભાઈ વરૂ, સરપંચ અનિરૂધ્ધભાઈ વાળા અને કાગવદર સરપંચ મહીપતભાઈ વરૂ ઉપસરપંચ ટપુભાઈ તેમજ ગામ આગેવાનો દ્વારા સ્વાગત સન્માન આપવા નિકળી પડ્યા છે. અને સાંજે તા. ર૮થી રાજુલા તાલુકામાં આગમન થઈ રહ્યું છે જેને આવકારવા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર રાજુલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ તેમજ લોક લાડીલા નેતા હીરાભાઈ સોલંકી દ્વારા સરદારની એકતા યાત્રાને આવકારવા ઉપસ્થિત રહેશે. સાથે ભાજપ પરિવાર કમલેશભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા, સાગરભાઈ સરવૈયા અને વેપારી એસોસીએશન  પ્રમુખ બકુલભાઈ વોરા સહિત સરદારની પ્રતિમા સહિત એકતાયાત્રાનું દબદબાભેર સ્વાગત સન્માન કરાશે.

Previous articleતળાજામાં અખીલ ભારતીય વંશાવલી સંસ્થાની કારોબારી સમિતિની રચના
Next article‘ત્રિ-ભુવન તીર્થ’ રામમય બન્યું ‘માનસ – ત્રિભુવન’ કથાનો મંગળ પ્રારંભ