સરદાર પટેલે ગાંધીજીની આજ્ઞા માથે ચઢાવી વડાપ્રધાન પદનો ત્યાગ કરેલ

1273

તા. રપ જુન ૧૯૪૬નો કોંગ્રેસ કારોબારીનો ઠરાવ એટલે બ્રિટિશ કુટનીતીની સફળતા. ગાંધીજીને એકલા પાડી સરદાર, પંડિત નહેરૂ, મૌલાના આઝાદ, રામજી રાજગોપાલચારી, આચાર્ય ક્રિપલાની સહિતના શીર્ષસ્થ કોંગ્રેસ આગેવાનોએ કેબિનેટ મિશનની યોજના સ્વીકારી અને શાસન વ્યવસ્થામાં હોદ્દાઓ સંભાળવાનો નિર્ણય કર્યો તેમાં ક્રિપ્સની ત્રણ માસની ચાલાકીભરી કામગીરી જવાબદારી હતી. ગાંધીજી જેટલી શ્રદ્ધા, ધીરજ અને દ્રષ્ટિનો અન્ય આગેવાનોમાં અભાવ જણાવે પરિણામ સ્વરૂપ આઝાદીનો દિવસ નજીક આવ્યો. પણ દેશના વિચ્છેદની ઘડી પણ નિશ્ચિત થઈ ચુકી હતી. આજે પણ ભાગલા નિવારી શકાય. હોત કે ભાગલા માટે કોણ જવાબદાર જેવા પ્રશ્નોના ઉતરો સૌ શોધે છે. ગાંધીજીએ અતંરનાદ સામે સાથીઓની સમજણ સાથે ચડાવી અને દેશ ક્રમશઃ તેના સ્વ્પ્નના હિંદની આદર્શોથી બીજે રસ્તે ચડી ગયો કોંગ્રેસનો આ ઠરાવ ગાંધીજી અને સરદારને માટે વ્યકિતગત બોજ બની ગયો. ગાંધી સરદારનો અભિગમ અલગ થયો પરંતુ બંનેએ અંગત સંબંધો મળવી રાખવા સભાન પ્રયત્નો કર્યા. આમ છતાં બંને વચ્ચેના વિચારોનું અંતર પુરી ન શકાયું. સરદારની લાગણી રહે કે મહાત્માજી વ્યવહારૂ વાતનો સ્વીકાર કરતા નથી આદર્શ માત્રથી વાસ્તવિકતાને નજર અંદાજ કરી શકાતી નથી. મહાત્માજીએ તો સરદારને સ્વતંત્ર રીતે વિચારીને યોગ્ય લાગે તેમ કરવું તેવું પ્રોત્સાહન આપ્યું હતું. અનેક પ્રસંગોએ બંને વચ્ચે તનાવપુર્ણ વાતચીત થતી. બંનેને પાછળથી પસ્તાવો થતો ખાસ કરીને સરદારને આ વર્ષોમાં સૌથી વધારે ખોટ સાલી હોય તોતે મહાદેવ દેસાઈની સરદાર અને મહાદેવ દેસાઈ સંયુકત રીતે મહાત્માને સમજાવવામાં સફળ રહેતા હતાં.

કેબિનેટ મિશને કોંગ્રેસને આપેલ ખાતરી એક છળકપટ હતું સરદાર પણ ગાંધીજીને વ્યકત કરેલી દહેશતનો ઈનકાર કરતા નહોતા સિંધના કોંગ્રેસ અગ્રણી વઝીરાણીને સરદારે તા. ૧ર-૬-૪૬ના રોજ સ્પષ્ટ લખ્યું કે અતયારના તબક્કે ફરજીયાત જુથ રચના અગે ચર્ચા કરવામાં શાણપણ નથી. વચગાળાની ગોઠવણ સંતોષકારક હોય તો દરખાસ્તો સ્વીકારી લેવામાં શાણપણ છે. જો કે વિભાજન સમયે સૌથ્‌ વધારે સહન કરવું પડ્યું હોય તો તે સિંધ પ્રાંતે એક સમયે મુંબઈ સાથે જોડાયેલું સિંધ હિંદથી અલગ થયું અને લાખો લોકો વતનથી વંચિત થઈ ગયા તે હક્કિત જોતાં કોંગ્રેસ ગાંધીજીની સલાહ સ્વીકારી હોત તો કદાચ ઈતિહાસથી મોટી દુર્ઘટના ટળી શકી હોત ? આ વિધાન પાછળ પ્રશ્નાર્થ છે તેનો જવાબ આજે પણ જડતો નથી. સરદારની મક્કમતાને જલદ પ્રતિભાવ ઝીણાએ આપ્યો અને કહ્યું કે વલ્લભભાઈ પટેલ અને કેબિનેટ મિશન વચ્ચે ખાનગી સોદો તો જિન્નાહે કેબિનેટ મિશન જોડે કર્ય્‌ હતો. હક્કિતમાં કેબિનેટ મિશન તો બંને પક્ષને ગુંચવીને પોતાને પસંદ વ્યવસ્થા ગોઠવવામાં સફળ થયું હતું. લોર્ડ વેવેલે સમ્રાટને પાઠવેલ અહેવાલમાં લખ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ કારોબારીમાં મજબુત માણસ તરીકે જાણીતા છે અને બધામાં સૌથી વધારે આક્રમક વ્યકિતત્વ ધરાવે છે. આ એક જ માણસ એવો છે કે જે જરૂર પડે તો ગાંધીજી સામે પણ ઉભો રહી શક. તા. ર૯ જુન ૧૯૪૬ના રોજ કેબિનેટ મિશન હિંદમાંથી ઈંગ્લેન્ડનો કોહિનુર હીરા સમાન હિંદને આઝાદી અને વિભાજનના જટિલ માર્ગે મુકવામાં સફળ થયું હતું.

કોંગ્રેસને સતાબહાર રાખી શાસધુરા સંભાળવાનો ઝીણા મનસુબો સરદારે નાકામયાબ બનાવ્યો. છંછેડાયેલ ઝીણાએ પ્રથમનો સૌની આકરી ટીકા કરી મુસ્લિમ લીગ સતામાં કોંગ્રેસની ભાગીદારી નહીં જ કરે તેવી ઘોષણા કરી. કોંગ્રેસમાં ૧૯૪ર બાદ નવા પ્રમુખી નિમણુંક થઈ ન હતી. કોંગ્રેસ પ્રમુખ વાઈસરોયની કાઉસ્નિલના ઉપાધ્યક્ષ અને આઝાદી બાદ વડાપ્રધાન બનશે. તેવી શકયતા સાકાર થઈ રહી હતી. મૌલાના આઝાદની પ્રમુખપદ જાળવી રાખવાની ઈચ્છા હતી. ગાંધીજીએ તો તા. ર૦ એપ્રિલ ૧૯૪૬ના રોજ આઝાદને જણાવ્યું હતું કે એક જ પ્રમુખ લાંબો વખત ચાલુ રહે તે વાજબી નથી. મૌલાના આજાદના અનુગામીનો પ્રશ્ન મહત્વનો હતો. મૌલાના આઝદાને પ્રમુપદ તજી દેવાની સલાહ આપતા તેમાં જ ગાંધીજીએ લખ્યું હતું કે મને પુછવામાં આવે તો આજના સંજોગોમાં હું જવાહરલાલને પસંદ કરૂ છું. આ માટેના મારી પાસે ઘણા કરાણ છે પણ તે બધાની ચર્ચા શા માટે કરવી. હિંદુસ્તાનમાં કોંગ્રેસની ૧પ પ્રાંતિક સમિતિઓ હતી. તેમાંથી ૧ર સમિતિઓએ કોંગ્રેસ પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુચવ્યું હતું. કોંગ્રેસ પક્ષ માટે સરદાર મોટા ગજાના વહીવટકાર, સંયોજક અને વરિષ્ઠ આગેવાન હતાં. ૧૯૧૭ના ખેડા સત્યાગ્રહથી શરૂ કરીને ૧૯૪રની હિંદ છોડોની લડતના ૪પ વર્ષના સમયગાળામાં સરદારે ગાંધીજીના આદર્શને મુર્તિ સ્વરૂપ આપી એક શક્તિશાળી પક્ષનું ઘડતર કર્યુ હતું. જવાહરલાલની લોકપ્રિયતા હોવા છંતા એક પણ પ્રાંતિક સમિતિએ તેનું નામ સુચવ્યું ન હતું. ઉમેદવારીની તારીખ વીતી ગઈ હતી. ત્યારે ગાંધીજીએ આચાર્ય ક્રિપલાની (જેનું નામ સિંધ પ્રાંતે રજુ કર્યું હતું.) તેમની જવાહરલાલના નામની દરખાસ્ત પર કોંગ્રેસની કેન્દ્રિય કારોબારી સમિતિના સભાસદોની સહીઓ સાથે પંડિત નહેરૂના નામની દરખાસ્ત રજુ થતાં ક્રિપલાનીજીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હવે પસંદગી માટે રહ્યા સરદાર પટેલ અને પંડિત નહેરૂ જવાહરલાલ નહેરૂની વરણી સર્વાનુમતે થાય તે માટે વલ્લભભાઈ પોતાની ઉમદવારી પાછી ખેંચે છે તેવો પત્ર ક્રિપલાનીએ સરદારના હાથમાં મુકયો. સરદારે આ કાગળ ગાંધીજીને બતાવ્યો. ગાંધીજીએ જવાહરલાલને ઉદ્દેશીને કહ્યું તમારૂ નામ કોઈ પણ પ્રાંતિક સમિતિએ સુચવ્યું નથી. માત્ર કારોબારીએ તમારૂ નામ મુકયું છે. ગાંધીજીના ગહન અર્થ્વાળા વાકયનો પંડિત નહેરૂએ જવાબ ન આપયો અને સુનમુન ચહેરે બેસી રહ્યા  ત્યારે ગાંધીજીએ સરદારને ઉમેદવારી પાછી ખેંચતો પત્ર સહી કરવા કહ્યું. વલ્લભભાઈએ પળના વિલંબ વિના, સ્વસ્થતાથી અને કશી નારાજગીના ભાવ વિના સહી કરી. આ ઘટનાનું દ્રશ્ય આપણી કલ્પના બહારનું છે. પોતાના પક્ષ, પોતાના નેતા અને પોતાના સાથી માટે ઈતિહાસે બક્ષેલી અણમોલ તક સહજતાથી છોડી શકાય તેવા સરદાર આ પછીના અઠવાડિયે ગાંધીજી સહિત સૌ સોથીઓને ખુબ હસાવતા હતાં. કોંગ્રેસ કે સરકારના કામમાં સરદારહે કદી ઉપક્ષેાભાવ સેવ્યો ન હતો. તેમની નાદુરસ્ત તબિયતની દરકાર કર્યા વિના તેઓ દહેશ કાર્ય્માં એકાગ્રતાથી વ્યસ્ત રહ્યા હતાં. રાજેન્દ્ર પ્રસાદ જેવા સરદાર સમર્થકે લખ્યું કે ગાંધીજીએ ઝમકદાર નહેરૂને રાજી રાખવા માટે પોતાના વફાદાર સાથીનો ભોગ લીધો. ગાંધીજીના આ પગલાની આજે પણ ટીકા થાય છે. ગાંધીજીએ જો સરદારના માર્ગ અવરીધ્યો ન હોત તો દેશનો ઈતિહાસ જુદો હોત અથવા તો દેશની સ્થિતિ બહેતર હોય તેવી લાગણી વ્યાપક છે. દ્વારકાપ્રસાદ મિશ્રે (મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી) નોધ્યું હતું કે ગાંધીજીની સલાહ મુજબ વલ્લભભાઈ  ચૂંટણીમાંથી ખસી ગયા તેમાં અમને કશું આધર્ય નહોતું થયું અમે સરદારના ટેકેદારો હતા અને એ પણ સમજતા હતાં કે ગાંધીજી જવાહરલાલ જેવા તરવરિયા નેતાને આઝાદી બાદ સર્વોચ્ચ હોદ્દો આપશે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધી વચ્ચે આ મુદ્દે શી ચર્ચા થઈ હશે તે અટકળનો વિષય છે. સરદારે ગાંધીજીની સલાહ સમજી વિચારને સ્વીકારી કે અનુયાયીની શિસ્તપાલનની રૂએ? આચાર્ય ક્રિપલાનીએ નોંધ્યું કે સરદારને આ પ્રસંગની મારી દખલભરી કામગીરી ગમી ન હતી. બીજાઓએ પણ જણાવ્યું છે કે સરદારને આ નિર્ણ્ય સાલતો હતો હક્કિત એ છે કે સરદારે આ મુદ્દે  ન તો કદી ગાંધીજીનો અનાદર કર્યો નથી પોતાનો વિરોધ વ્યકત કર્યો. સદરારે પક્ષ અને સરકાર પર પોતાની પકડ મજબૂત રીતે જાળવી રાખી આઝાદી પહેલા અને પછીના કપરા સમયે અજોડ કર્તવ્ય નિષ્ઠા દાખવી આ રાષ્ટ્રના ઘડતરમાં મહામૂલું યોગદાન આપ્યું છે.

– ભરત એ. મોણપરા

Previous articleરાજકોટમાં દિકરીએ પિતાનું દેહદાન કરી, ઉઠમણું-બેસણું, કારજ, વરશી કુપ્રથાને તિલાંજલિ આપી
Next articleગ્રીનસીટી દ્વારા એક વર્ષ પહેલા નખાયેલ પેન્ટાકોરમનું વૃક્ષ ફુલોથી ખીલી ઉઠયું