રાજકોટમાં દિકરીએ પિતાનું દેહદાન કરી, ઉઠમણું-બેસણું, કારજ, વરશી કુપ્રથાને તિલાંજલિ આપી

1012

ગોંડલ રોડ, એસ.ટી. વર્કશોપ પાછળ, ૧૪, આંબેડકરનગર અને વિજ્ઞાન જાથાના શુભેચ્છક ભાનુબેન મન(સુખભાઈ ગોહિલ તથા જામનગરના દૂધઈ ગામના હંસાબેન જયંતિભાઈ જાદવના પિતા લાલપુરના ખેંગારકાના વતની મારૂ મેઘવાળ સમાજના વિરાભાઈ દેવાભાઈ શેઠિયા (ઉ.વ. ૮પ) નું તા. ર૮ મી ઓકટોબર સાંજે અવસાન થયું હતું. પિતાની ઈચ્છાનુસાર બંને દિકરીએ મેડિકલ કોલેજમાં દેહદાનનો સંકલ્પ કર્યો હતો. બે દિવસનો શોક પાળી, ઉઠમણું-બેસણું, અગિયારમું, બારમું, કારજ, જમણવાર, વરશી સંબંધી તમામ કર્મકાંડ-ક્રિયાકાંડોને તિલાંજલિ આપી સગાને શુભ કાર્યોની છૂટ આપવામાં આવી છે. બે દિવસ બાદ માત્ર મોબાઈલ ઉપર ખરખરો કરવા વિનંતી કરી રૂબરૂ આવી પરિવારને હેરાન કરવા નહિ તે મુજબ વર્તવા અપીલ કરવામાં આવી છે. પ્રકાશ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભાનુબેન ગોહિલ છેલ્લા ૧૪ વર્ષથી જાથાની વિચારધારા સાથે જોડાયેલા હોય મૃત્યુ પછીના તમામ ક્રિયાકાંડો હંબક માને છે. વર્ષોથી જ્ઞાતિ મુજબના રિવાજને કુરિવાજ માને છે. પોતાના માતા-પિતાની વર્ષોથી આર્થિક સ્થિતિ દયનીય હાલત નિહાળતા ક્રાંતિકારી નિર્ણય કરવામાં આવ્યો હતો. દિકરીના ઘરે પિતાએ અંતિમ શ્વાસ લીધો હતો. સ્વર્ગસ્થનું મૃત શરીર સોંપવા કુટુંબના આપ્તજનોએ માગણી કરતા તથા બહારગામ દફનવિધી માટે ફંડ-ફાળા કરીને દહાડો કરીશું અને પછીની ધાર્મિક વિધિ કરવાના નિર્ણયને દિકરીએ ફગાવી દેહદાન કરવા મક્કમતા દર્શાવી હતી. માત્ર બે દિવસમાં સ્વજનોએ શોકની લાગણી માટે આવવું પછી મોબાઈલ ઉપર લાગણી બતાવવી. પોતાના સગા-સંબંધી, કુટુંબીજનોએ પિતાના મૃત્યુ સંબંધી દંભનો દેખાવ ન કરવા આગ્રહ કર્યો છે.

મેડિકલ કોલેજમાં દેહદાન વખતે ભાનુબેન-હંસાબેનના કુટુંબીજનો, માતૃ-પિતૃ પક્ષના સગા-સંબંધી, પડોશીઓ ઉપરાંત જાથાના ચેરમેન જયંત પંડયા, મૂર્તિકાર મનસુખભાઈ ગોહિલ, અંકલેશ, પ્રકાશ, રમેશ પરમાર, સુરતના મગનભાઈ રવાણીએ હાજરી આપી હતી.

Previous articleભાલવાવ ગામને અછતગ્રસ્ત જાહેર કરવા થયેલી માંગણી
Next articleસરદાર પટેલે ગાંધીજીની આજ્ઞા માથે ચઢાવી વડાપ્રધાન પદનો ત્યાગ કરેલ