પાલિતાણામાં બાબરી ધ્વંશ નિમિત્તે મહાઆરતી

0
217

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકા ટિમ અને સણોસરા ટિમ દ્વારા આજ રોજ તા.૬ ડીસેમ્બરના બાબરી ધ્વન્સ દિવસે સાંજે ૬ વાગે પૂ.બજરંગદાસ બાપ ચોક મઢુંલી પર મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સણોસરા ટિમ દ્વારા ગામના રામજી મંદિર ખાતે મહા આરતી યોજવામાં આવેલ. અને અયોધ્યામાં રામ મંદિરનું જલ્દી નિર્માણ માટે સરકાર અધ્યાદેશ ઝડપથી લાવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે આજ દિને ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરજીનો નિર્વાણ દિવસ હોય ત્યારે પ્રતિ વર્ષની જેમ સાંજે ૬.૩૦ વાગે ડો આંબેડકર સર્કલ પર આવેલ બાબા સાહેબના સ્મારક ઉપર પુષ્પઅંજલીનો કાર્યક્રમ રાખવામાં  આવેલ. આ સ્મારક પર પાલીતાણાના દલિત સમાજના આગેવાનો વરદ હસ્તે પુષ્પાંજલી આપવા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here