ભુખ્યાને ભોજન પહોચાડી જનસેવા કરતા ભાવનગરના ભરત મોણપરા

510

છેલ્લા કેટલાયે દિવસથી ભાવનગર શહેરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે શહેરમાં એક એવો વર્ગ પણ છે કે જેને બે ટાઈમ જમવાનું મળતી નથી રહેવા મકાન નથી અને પહેરવા કપડા પણ નથી ઉપર આભ અને નીચે ધરતીની જેમ આવા લોકો જીવન પસાર કરી રહ્યા છે ત્યારે ભાવનગરનાં સેવાભાવી વ્યક્તિ અને સરદાર યુવા મંડળનાં પ્રમુખ ભરતભાઈ મોણપરા આવા લોકોને પોતાનાં ઘરે ભોજન બનાવી પોતાની બાઈક ઉપર ભુખ્યા લોકોને વરસતા વરસાદનાં પણ ભોજન આપવા જાય છે. તેમનાં જણાવ્યા પ્રમાણે ઝુપડા બાંધીને રહેતા આવા લોકો પાસે રહેલું બળતણ અને કાચુ સીધુ પણ પળી ગયુ હોય છે તેઓ ઈચ્છે તો પણ ભોજન બનાવી શકતા નથી આતી આવા લોકોને ભુખ્યા ન સુવુ પડે તે માટે તેઓ કોઈપણ પરિસ્થિતીમાં ભોજન પહોચાડે છે.
ભરતભાઈ મોણપરા અવિરત સેવા કાર્ય કરે છે જેમાં ઉનાળાનાં સમયમાં જરૂરીયાત વાળા લોકોને છાશ વિતરણ, ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ શિયાળામાં દાતાઓનાં સહકારથી નિરાધાર લોકોને કપડા તેમજ ધાબળા વિતરણ અને જરૂરીયાત વાળા લોકોને મેડીકલ સહાય પણ કરે છે. તેમનાં જણાવ્યા મુજબ સુખી સંપન્ન લોકોએ ગરીબ તથા નિરાધાર લોકોની યથા યોગ્ય મદદ કરવી જોઈએ.

Previous articleશિશુવિહાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ અપાઈ
Next articleરણબીર કપૂર આલિયા ભટ્ટ માટે બોડીગાર્ડ બન્યો