૩,૨૬,૦૩૧ની લીડથી ભારતીબેનનો ઐતિહાસિક વિજય

993

ભાવનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારે સતત આઠમી વખત જીત મેળવી છે અને ડા.ભારતીબેન શિયાળે સતત બીજી વખત જીત મેળવી તેમાં પણ ભાવનગરમાં ૩,૨૬,૦૩૧ મતોની ઐતિહાસિક લીડ મેળવવા સાથે કોંગ્રેસના ઉમેદવારને પરાજીત કર્યા છે. ભારતીબેનની ઐતિહાસિક જીત અમીત શાહ પછી બીજા નંબરની સૌથી વધુ લીડની જીત છે. ભાવનગર બેઠક ઉપર ભાજપનાં ભારતીબેનનો વિજય થતા જિલ્લાભરમાં વિજયોત્સવ મનાવવા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. અને ખુશી મનાવાઇ હતી.

લોકશાહીના ઐતિહાસિક મહાપર્વ ચૂંટણીથી આજે દેશભરમાં સવારથી જ મતગણતરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભાવનગર બેઠકની તા.૨૩ એપ્રિલનાં રોજ યોજાયેલી ચૂંટણીની મતગણતરીનો પણ સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર હર્ષદ પટેલની દેખરેખ હેઠળ ચૂસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.

ભાવનગર લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભા વાઇઝ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોની ઉત્સુકતા સાથે પ્રથમ રાઉન્ડથી જ સમગ્ર દેશભરની સાથો સાથ ભાવનગરમાં પણ ભાજપનાં ઉમેદવારે સરસાઇ મેળવવાનો પ્રારંભ કર્યો હતો અને જેમ જેમ ગણતરીનાં રાઉન્ડ પૂર્ણ થતા ગયા તેમ તેમ ભાજપનાં ઉમેદવારની સરસાઇમાં પણ વધારો થતો ગયો અને ૫૦ ટકા ઉપરાંત મતોની ગણતરી પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ મતગણતરી કેન્દ્ર છોડીને જતા રહ્યા હતા. જ્યારે મદ ગણતરી ૯૦ % પૂર્ણ થયા બાદ ભાજપનાં ઉમેદવાર ભારતીબેન શિયાળ મતગણતરી કેન્દ્રમાં આવતા ભાજપના આગેવાનો કાર્યકારીએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

ભાવનગર બેઠક ઉપર કુલ ૧૦૩૨ લાખનું મતદાન થયું હતું. જેની ૨૩ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ પોસ્ટલ વેલેટની ગણતરી કરાયા બાદ ભાજપનાં ઉમેદવાર ડા.ભારતીબેન ધીરૂભાઇ શિયાળને ૬,૫૪,૫૮૧ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલને ૩,૨૮,૫૫૦ મતો મળ્યા હતા.

આમ ભાજપનાં ઉમેદવાર ભારતીબેન શિયાળનો મનહરભાઇ પટેલ સામે ૩,૨૬,૦૩૧ મતોથી ઐતિહાસિક વિજય થયો હતો.

ભાજપને વિધાનસભા વાઇઝ મળેલી લીડ

સૌથી વધુ ભાવનગર પૂર્વ બેઠકમાં ૬૯,૯૧૩ અને સૌથી ઓછી ગઢડા બેઠક પર ૨૦,૦૭૮ મતોની સરસાઇ મેળવી

નામ       ભાજપ   કોંગ્રેસ    લીડ

તળાજા  ૮૬૫૩૭               ૩૫૩૪૮               ૫૧૧૮૯

પાલીતાણા           ૮૯૮૨૩               ૪૫૬૪૬               ૪૪૧૭૭

ભાવ.ગ્રામ્ય           ૧૦૫૫૪૭            ૪૮૧૮૩               ૫૭૩૬૪

ભાવ.પૂર્વ              ૧૧૨૯૨૫            ૪૩૦૧૨               ૬૯૯૧૩

ભાવ.પશ્ચિમ          ૯૫૪૬૫               ૪૯૩૯૪               ૪૬૦૭૧

ગઢડા    ૬૮૬૯૮               ૪૮૬૨૦               ૨૦૦૭૮

બોટાદ   ૯૫૭૫૮               ૫૮૭૩૯               ૩૭૦૧૯

 

ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારોને મળેલા મતો

ઉમેદવારનું નામ                પક્ષનું નામ           મળેલા મતો

મનહરભાઇ પટેલ              કોંગ્રેસ    ૩,૨૮,૫૫૦

ભારતીબેન શિયાળ            ભાજપ   ૬,૫૪,૫૮૧

વિજય માંકડીયા  બસપા   ૬,૮૭૩

ધરમશીભાઇ ઢાપા             વિપીપી ૭,૭૫૩

રામદેવસિંહ ઝાલા              જનસંધર્ષ              ૨,૩૯૯

ભરતભાઇ સાગઠીયા         સરદાર પટેલ      ૧,૩૫૮

અમીત ચૌહાણ    અપક્ષ    ૧,૫૫૫

ચંપાબેન ચૌહાણ અપક્ષ    ૧,૮૨૦

સાગરભાઇ સીતાપરા        અપક્ષ    ૩,૭૬૦

હરેશભાઇ વેગડ  અપક્ષ    ૬,૦૪૮

નોટા       –              ૧૬,૦૯૫

કુલ         –              ૧૦,૩૦,૭૯૨

Previous articleકેસરીયા ધજા-પતાકા સાથે શહેરમાં ભારતીબેનનું વિજય સરઘસ નિકળ્યું
Next articleચાર્લિઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં છે : હેવાલમાં દાવો