પાલિતાણાના જીવાપર ગામેથી દેશી જામગરી સાથે ડફેર ઝડપાયો

62

ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે પાલીતાણા તાલુકાના જીવાપર ગામેથી દેશી બનાવટની ગન સાથે ઝડપી લીધો હતો.
ભાવનગર એસઓજી ની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ પર હોય એ દરમ્યાન પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે પાલીતાણા તાલુકાના જીવાપર ગામે એક શખ્સ દેશી જામગરી સાથે ફરે છે અને કોઈ ગુનાહિત કાર્યો ને અંજામ આપે એવી શકયતા છે જે મહિતી આધારે ટીમે જીવાપર ગામે રેડ કરતાં એક શખ્સ દેશી બનાવટની ગન સાથે શખ્સ મળી આવ્યો હતો જેમાં તેનું નામ સરનામું પુછતા શખ્સે પોતાનું નામ હનિફ કરીમ મોરી-ડફેર ઉ.વ.૩૦ રે,હાલ પાલીતાણા પાવકવન ની બાજુમાં ગરાજીયા રોડ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામનો હોવાનું જણાવેલ તથા તેની પાસે રહેલ દેશી જામગરી અંગે કોઈ આધારભૂત દસ્તાવેજ-લાઈસન્સ કે સંતોષકારક જવાબ ન આપી શકતા ટીમે ડફેર શખ્સની આર્મ્સ એકટ હેઠળ ધડપકડ કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.