કસ્તુરબા ગાંધી વિદ્યાલયના સંચાલકોએ ૪ વિદ્યાર્થીનીઓને એલસી પકડાવી દેતા ચક્ચાર

1859

ઘોઘા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં રહી અભ્યાસ કરતી ૪ સગીરાઓને અંગત રાગદ્વેષ રાખી લીવીંગ સર્ટી પકડાવી દેતા ભારે ચક્ચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં ૧૦૦થી વધુ છોકરીઓ રહી અહી જ અભ્યાસ કરે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલીત આ કન્યા વિદ્યાલયમાં સંચાલકો તથા ફરજરત શિક્ષકો વચ્ચે થોડા સમયથી કોઈ મુદ્દે ગજગ્રાહ સર્જાયો છે. આ અહમની લડાઈમાં સંચાલકો-શિક્ષીકાઓ નિર્દોષ અને કુમળા માનસની વિદ્યાર્થીનીઓને હાથો બનાવી રહ્યાં છે. જેને લઈને તાજેતરમાં મામુલી ભુલને લઈને ધોરણ ૯ની ૪ વિદ્યાર્થીનીઓના વાલીઓને બોલાવી લીવીંગ સર્ટી પકડાવી આ છાત્રાઓને લઈ જવા જણાવતા સંચાલકોના વ્યવહારથી ડઘાયેલા વાલીઓ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી પાસે દોડી ગયા હતા અને સમગ્ર બાબત અંગે ગંભીર રજૂઆતો કરી હતી. જેને લઈને અધિકારીએ સંચાલકો તથા શિક્ષકગણનો ઉધડો લઈ વિદ્યાલયમાંથી હાંકી કાઢેલ વિદ્યાર્થીનીઓને પુનઃ લેવા આદેશ કર્યો હતો તથા સમગ્ર મુદ્દે ઉંડી તપાસનો હુકમ કર્યો છે. વધુમાં વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલી દ્વારા એવો આક્ષેપ પણ કર્યો છે કે વિદ્યાલય સંકુલમાં વર્ચસ્વ અગર જમીન મામલે અરસપરસ ગજગ્રાહ મજબુત બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Previous articleબાબરા ગામે ત્રિપલ અક્સ્માત : બેના મોત
Next articleસગપણ બાદ ઘર જોવા આવેલી યુવતી સાથે ભાવિ પતિએ દુષ્કર્મ આચર્યું