રવિવારની રજા માણવા ફરવાલાયક સ્થળો અને બજારોમાં ઉમટી પડતા નગરજનો

511

કોરોના મહામારીને કારણે લાંબા સમયથી જાહેર સ્થળો અને બજારો બંધ હતા હવે રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે અને ફરવાલાયક સ્થળો પણ ખોલવામાં આવ્યા છે ત્યારે ગઇકાલે રવિવારે લાંબા સમયબાદ નિયંત્રણો હળવા થતાં ખુલેલા ફરવાલાયક સ્થળો અને મંદિરોએ લોકો ઉમટી પડ્યા હતા. રવિવારી બજારમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.
અકવાડા લેક ફ્રન્ટ, બોરતળાવ તેમજ કુડા, કોળિયાક, હાથબ, ગોપનાથ સહિતના દરિયાકિનારે તેમજ ખોડિયાર મંદિર સહીત ધાર્મિક સ્થળોએ લોકો ઉમટી પડ્યા હતા.અને રવિવારની રજાની મજા માણી હતી અને પરિવાર સાથે લાંબા સમયબાદ રવિવાર ઉજવ્યો હતો. જો કે, આ દરમિયાન લોકો કોરોનાને ભુલ્યા હતા.