તલગાજરડાની કન્યાશાળાનું શૈક્ષણિક ભવન પુ. મોરારિબાપુના સહયોગથી નિર્માણ થશે

6

‘આઝાદીના અમૃત મહોત્સવ’ના અવસરે પૂજ્ય મોરારીબાપુએ આજે ચિત્રકૂટ કેન્દ્રવર્તી શાળા, તલગાજરડા ખાતે ધ્વજ વંદન કર્યું હતું.
બાપુ મહુવા ખાતે આઝાદીના આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે તિરંગા યાત્રામાં સહભાગી થઈને પોતાની રાષ્ટ્રપ્રિતીનો ભાવ પ્રગટ કર્યો હતો. પૂ. મોરારીબાપુ જે શાળામાં કેળવણી પામ્યાં છે. તે શાળામાં હાલ તલગાજરડા કન્યાશાળા કાર્યરત છે. પરંતુ તે શાળાનું શૈક્ષણિક ભવન ખૂબ જર્જરિત થઈ ગયેલ છે અને ગામની લાગણી અને ભાવ તે શાળાના નિર્માણ માટે હતો. તેમાં બાપુએ પહેલ કરીને સરકારી ધારાધોરણો અને આર્થિક જે સહયોગ નિયમ પ્રમાણે મળતો હોય તે ઉપરાંત ચિત્રકૂટ ધામ તલગાજરડા આ શૈક્ષણિક ભવનના નિર્માણમાં પૂરતો સહયોગ આપીને તેને નવનિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પુ.મોરારિબાપુને પોતાની જન્મભૂમિ માટે અગણિત પ્રિતી છે. તેમાં એક વધું તુલસીપત્રનું ઉમેરણ થયું છે તેનો રાજીપો ગામ લોકોએ તાળીઓ પાડીને વધાવી લીધો હતો. આ જાહેરાત પુ.બાપુની આજ્ઞાથી જયદેવભાઈ માંકડે કરી હતી.