તલગાજરડા ખાતે માનસ મર્મજ્ઞ મોરારી બાપુની મુલાકાત લેતાં વિધાનસભાના અધ્યક્ષ

16

જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ આજે માનસ મર્મજ્ઞ મોરારી બાપુની તલગાજરડા ખાતે આવેલ ચિત્રકૂટ ધામ ખાતે મુલાકાત લીધી હતી. અધ્યક્ષે મોરારી બાપુના આશિર્વાદ મેળવ્યાં હતાં. તેમણે મોરારી બાપુ સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરી સત્સંગ કર્યો હતો.

આશ્રમ ખાતે મોરારી બાપુએ વિધાનસભાના અધ્યક્ષશ્રીનું સ્વાગત શાલ અર્પણ કરીને કર્યું હતું. અધ્યક્ષશ્રીને આવકારવાં માટે આશ્રમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણા અને પ્રાંત અધિકારી ડો. પંકજ વલવાઇ ઉપસ્થિત રહ્યાં હતાં. અધ્યક્ષે ચિત્રકૂટધામ ખાતે હનુમાનજી મહારાજના દર્શન કરી ભાવવંદના કરી હતી.તેમણે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી આશ્રમની રાષ્ટ્રપતિની મુલાકાતથી તજગાજરડા દેશના નકશામાં અંકિત થઇ ગયું છે તેમ જણાવ્યું હતું. અધ્યક્ષની સમગ્ર મુલાકાત દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણા સાથે રહ્યાં હતાં.