બુલંદશહર હિંસાઃ જીતુ ફૌજીએ સુબોધ કુમારની હત્યાનો ગુનો કબૂલ્યો

569

યુપી STFએ રવિવારે જીતુ ફૌજીની ધરપકડ કરી ૧૦ કલાક સુધી પુછપરછ કરી હતી. STF અને STFએ પુરછપરછ દરમિયાન તેને ૫૦૦ સવાલ કર્યાં ત્યારબાદ જીતુએ ઈન્સ્પેક્ટર સુબોધની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ પોલીસકર્મીની હત્યા આક્સમિક રીતે થઈ હોવાનું નિવેદન આપ્યુ હતુ. ૩ ડિસેમ્બરે બુલંદશહર હિંસામાં શહીદ થયેલી સુબોધ કુમારની હત્યાનો ભેદ ખુલ્યો છે. આ હત્યા સેનાના જવાન જીતેન્દ્ર મલિકે જ કરી હતી. રવિવારે કરાયેલી પુછપુરછમાં તેણે ઘટનાસ્થળે હાજર હોવાનું જ કબુલ્યુ હતુ. પરંતુ ૧૦ કલાકની લાંબી પુછપરછ પછી તેણે હત્યાનો ગુનો કબુલ્યો છે. આ મામલામાં યુપીની બહાદુર અને વાતે વાતે એન્કાઉન્ટર કરનારી પોલીસ હજુ સુધી હિંસાના બે મુખ્ય આરોપીઓને શોધવામાં નિષ્ફળ નીવડી છે. હજુ સુધી હિંસાના મુખ્ય આરોપી અને ષડયંત્ર રચનાર બજરંગદળના નેતા યોગેશ રાજ અને મ્ત્નઁ નેતા શિખર અગ્રવાલની ધરપકડ કરી શકી નથી. જો કે જીતુ ફૌજીને આર્મીના અધિકારીઓએ જ પોલીસના હવાલે કર્યો હતો.

Previous articleવિજય માલ્યાના પ્રત્યાર્પણને અંતે લંડન કોર્ટે લીલી ઝંડી આપી દીધી
Next articleતેલંગાણામાં સરકાર બનાવશે કેસીઆર,અમે તેમને સમર્થન આપીશું : અસદુદ્દીન ઓવૈસી