બોટાદ ખાતે યુવા સ્વાસ્થ્ય સંસદ કાર્યક્રમ યોજાયો

664

યંગ પાર્લામેન્ટ કાર્યક્રમ અમલીકરણ થવા જઈ રહ્યું છે.જેમાં આરોગ્ય અને વિવિધ બાબતો પ્રત્યે બાળકો સભાન થાય અને સાંપ્રત સમયના પોતાના પ્રશ્નો, વિચારો ઉચ્ચકક્ષાએ પહોચાડી શકે અને તેનું નિરાકરણ થાય તેવા ઉમદા હેતુથી તા.૧૫ના રોજ જીલ્લા કક્ષાએ પ્રથમ શુભારંભ સત્રનું આયોજન ટાઉન હોલ,નગરપાલિકા-બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું.

જીલ્લા કલેકટર સુજીત કુમાર દ્વારા વિવિધ ક્ષેત્રે યુવાનોને નવી સ્કીલ અપગ્રેડ કરી લોકોની વચ્ચે રહી પોતાના અને લોકોના વિવિધ પ્રશ્નો અંગે સાચી સમજ મેળવે તેવો હેતુ આ કાર્યક્રમનો રહેલો છે.સામાજીકરણ ધનીષ્ટ બને તેવો ઉમદા હેતુ છે.તે માહિતી આપવામાં આવી હતી.

જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર દ્વારા આ યુવા સ્વાસ્થ્ય સંસદ કાર્યક્રમમાં આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, પર્યાવરણ, માનસિક આરોગ્ય, તમાકુ-ડ્રગ્સ-આલ્કોહોલ અન્ય કેફી પ્રદાર્થોના વ્યસનો,સ્વ સુરક્ષા,નેતૃત્વ જેવા વિષયો સાથે બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યે વફાદાર થાય તેવી શુભાશયથી કાર્યક્રમ કરવામાં આવે છે,તેવી માહિતી આપવામાં આવી હતી.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આરોગ્ય વિભાગ બાળકોમાં સારી ટેવ કેળવાય,વ્યક્તિગત અને આસપાસના આરોગ્ય અંગે જાગૃત થાય તેવા કાર્યક્રમ કરી રહ્યું છે.જેમાં યુવા પેઢી ઉમદા રાષ્ટ્ર નિર્માણ માટે નીરોગી બને તે જરૂરી છે.

આ કાર્યક્રમ બોટાદ જીલ્લાના પાંચ પી.એચ.સી.ને આવરી તેની ૭૧ શાળાઓ, ૨૮૦ વિધાર્થીઓ અને ૭૨ શિક્ષકોને આવરી પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. જેમાં શાળા દીઠ ૪(ચાર)વિધાર્થીઓ અને ૧(એક) નોડલ શિક્ષકની પસંગી કરેલ છે.જેમાં વિવિધ કમિટીની રચના કરવાની થાય છે.તેવી કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

જીલ્લા પોલીશ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા -રસ્તા પર વ્યક્ત થતો ક્રોધાવેશ,બાળ માનસ અને કાયદાઓનું પાલન અંગે મનોવૈજ્ઞાનિક રીતે વાસ્તવિક બનતી ધટનાઓના ઉદાહરણો દ્વારા ખુબ સુંદર રીતે બાળકોને સમજાય તેવી સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું. જેમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડૉ.અનીલ વર્મા, ડૉ.રાકેશ ચૌહાણ, ડૉ.ભાવિન વાગડિયા, ડો.શેખર પ્રસાદ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ રાઓલ તમામ સી.આર.સી.અને બી.આર.સી. કોર્ડીનેટરઓ અને સમગ્ર આરોગ્ય વિભાગના કર્મચારીઓ વગેરે હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.

Previous articleરાજુલાના વિસળીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Next articleગૌ-રક્ષક દ્વારા પશુઓની તસ્કરી કરતા બે આરોપીને ઝડપી પોલીસને સોપેલ