કરણી સેના પર ભડકી કંગનાઃ ’હું પણ રાજપૂત છું, ખતમ કરી દઇશ’

945

કંગનાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત ફિલ્મ મણીકર્ણિકા-ધી ક્વિન ઓફ ઝાંસી- ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પણ કરણી સેના તેને સતત હેરાન કર્યા છે અને અંતે કંગનાએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને કરણી સેનાને વળતો જવાબ આપ્યો હતો કે, જો તમે હવે મને હેરાન કરવાનું બંધ નહી કરો તો હું પણ રાજપૂત છું અને હું તમને ખતમ કરી દઇશ.”.

કંગનાએ કહ્યુ કે, તેની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. પાંચ ઇતિહાસકારોએ આ ફિલ્મ જોઇ છે અને તેમણે પણ કોઇ વાંધો નથી ઉઠાવ્યો.

કરણી સેનાને આ વિશે જાણ કરી દેવામાં આવી છે. આમ છતાંય તેઓ સતત મને આ ફિલ્મને લઇને પરેશાન કર્યા કરે છે પણ જો તેઓ હવે મને હેરાન કરવાનું બંધ નહી કરે તો હું કરણી સેનાનાં દરેક વ્યક્તિનો નાશ કરી દઇશ”. મણીકર્ણિકા ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત છે. ઝાંસીની રાણીએ ૧૮૫૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવામાં ભાગ લીધો હતો. તેની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.

એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રની કરણી સેનાએ આ ફિલ્મને લઇને ફિલ્મ નિર્માતાઓને લખીને એવી ચીમકી આપી હતી કે, આ ફિલ્મમાં ઝાંસીની રાણીને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી હશે તો તેઓ તેનો વિરોધ કરશે અને તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.”.

 

Previous articleથિયેટરમાં રીલિઝ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ નિહાળી ’મણિકર્ણિકા’
Next articleગેસ ચેમ્બરમાં બ્લાસ્ટ : ૪ના મોત