રાજીવ ગાંધીના બહાને કોંગી  ઉપર મોદીના આકરા પ્રહારો

523

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના બહાને અગાઉની કોંગ્રેસ સરકારો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એક પૂર્વ વડાપ્રધાને કબૂલાત કરી હતી કે, એક રૂપિયાની રકમ જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે ત્યારે માત્ર ૧૫ પૈસાન રકમ જ પ્રજા પાસે પહોંચે છે. મોદીએ કહ્યું હતું કે, આ સમસ્યાને સમજી હોવા છતાં કોંગ્રેસની સરકારોએ આ દિશામાં ધ્યાન આપ્યું ન હતું. તેમની સરકારોએ વ્યવસ્થામાં કોઇ ફેરફાર કર્યા ન હતા પરંતુ તેમની સરકાર આવ્યા બાદ વ્યવસ્થામાં ફેરફાર કરીને સાડા ચાર લાખ કરોડ રૂપિયા બચાવી લેવામાં આવ્યા છે.

મોદીએ કહ્યું હતું કે, ઘણા લોકોએ એવી વાત સાંભળી હશે કે દેશના એક પૂર્વ વડાપ્રધાન ભ્રષ્ટાચારને લઇને વારંવાર એક વાત કરતા હતા. એ વ્યક્તિ કહેતા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી જે પૈસા મોકલે છે તેના માત્ર ૧૫ ટકા લોકોને જ લાભ મળે છે. આટલા વર્ષ સુધી દેશ ઉપર જે પાર્ટીએ શાસન કર્યું છે તે પાર્ટીએ દેશની વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે કોઇ કામ કર્યું ન હતું. મોદીએ કહ્યું હતું કે, કમનસીબ બાબત એ છે કે, પોતાના ૧૦-૧૫ વર્ષના શાસનમાં પણ આ પ્રકારની લૂંટ જારી રહી હતી.

આ લીકેજને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. દેશના મધ્યમ વર્ગ ઇમાનદારીપૂર્વક ટેક્સની રકમ ચુકવતો રહ્યો હતો પરંત પાર્ટીએ આટલા વર્ષો સુધી સત્તામાં રહી હોવા છતાં ૮૫ ટકા લૂંટની રકમને લઇને પણ નજરઅંદાજ કરતી રહી હતી. મોદીએ દાવો કર્યો હતો કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૮૫ ટકા લૂંટને ૧૦૦ ટકા જેટલી ખતમ કરી દેવામાં આવી છે. મોદીએ માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં પાંચ લાખ ૭૮ હજાર કરોડ રૂપિયા એટલે કે આશરે ૮૦ અબજ ડોલરની  રકમ અમારી સરકાર જુદી જુદી યોજનાઓ હેઠળ સીધીરીતે લોકોને આપી છે. તેમના બેંક ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. દેશને જુના તરીકાથી ચાલવવામાં આવ્યું હોત તો આજે પણ પાંચ લાખ ૭૮ હજાર કરોડ રૂપિયામાંથી ૪ લાખ ૯૧ હજાર કરોડ રૂપિયા લીક થતા રહ્યા હોત. જો અમે વ્યવસ્થામાં ફેરફાર ન કર્યા હોત તો આ રકમને પણ લૂંટી લેવામાં આવી હોત. આ કામ પહેલા પણ થઇ શક્યું હોત પરંતુ ઇરાદા અને નીતિ સ્પષ્ટ ન હતી. ઇચ્છા શક્તિનો અભાવ હતો. સરકાર હવે એવા રસ્તા પર આગળ વધી રહી છે જે રસ્તા ઉપર દરેક મદદ સીધીરીતે લાભાર્થીના બેંક ખાતામાં પહોંચી રહી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા સાડાચાર વર્ષના ગાળામાં આશરે ૭ કરોડ એવા બનાવટી લોકોની ઓળખ કરીને તેમને વ્યવસ્થામાં દૂર કરવામાં આવ્યા છે. આ સાત કરોડ લોકો એવા હતા જે ક્યારેય જન્મ્યા ન હતા પરંતુ તેમને લાભ મળી રહ્યા હતા.

Previous articleગઠબંધનમાં વડાપ્રધાન બનવાની લાઈનો લાગેલી છે : અમિત શાહ
Next articleનાગેશ્વર રાવે અચાનક જ ૨૦ અધિકારીઓની બદલી કરી નાંખી