ભાવ. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી

789

તા. ૧પમી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન- સપ્તાહની ઉઝવણી વિશ્વસનીય સ્માર્ટ પ્રોડકટ થીમ આધારિત તરીકે કરવામાં આવી હતી. જેના અનુસંઘાને ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તા. ૧પ-૩થી રપ-૩ દરમ્યાન શહેરની જુદી જુદી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિન શાળાઓ ખાતે કરાઈ હતી. આ ઉપરાંત શહેરની શાળાઓમાં વિદ્યાર્થી કન્ઝયુમર કલબ, કોલેજો અને શહેરની જુદી જુદી સ્થાનિક જગ્યાએ સેમિનાર, પત્રિકા વિતરણ તેમજ શિબિરનું પણ આયોજન ગ્રાહક જાગૃતિ માટે કરવામાં આવેલ હતી.  આ ઉજવણીનો સમાપન કાર્યક્રમ તરસમિયા ખાતે ભાવનગર જીલ્લાના ખેડુત આગેવાન રવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં પુર્વ્‌ વાઈસ ચાન્સલર ડો. કોરાટ વિરજીભાઈ ઠુમ્મર, નાનુભાઈ અને ઠાકરશીભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ અને ગ્રાહક સુરક્ષાની વિશેષ માહિતી  આપવામાં આવી હતી. આ ઉપરાંત કોલેજ કક્ષાની માન્ય વિદ્યાર્થી કન્ઝયુમર કલબનો ચેક વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ જેમાં શહેરની જુદી જુદી આઠ કોલેજોના પ્રતીનિધિઓ ઉપસ્થિત રહેલ જેઓને ચેક વિતરણ કરવામાં આવેલ.  આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના ઉપપ્રમુખ ધીરૂભાઈ ધંધુકીયા, માનદમંત્રી પ્રકાશભાઈ બોસમીયા ટ્રસ્ટી ઉમાબેન ત્રિવેદી, મીનાબેન ચોકસી, રમેશભાઈ વ્યાસ, અલ્પેશભાઈ ત્રિવેદી વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલનો આજે પ્રથમ વાર્ષિક મહોત્સવ
Next articleજુનાગઢ સબ જેલનો ફરાર આરોપી જાફરાબાદથી ઝબ્બે