કેરા અડવાણી શાહિદ સાથે ફિલ્મને લઇને ભારે ખુશ છે

0
167

શાહિદ કપુરની ફિલ્મ કબીર સિંહનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં શાહિદ કપુરની સાથે ખુબસુરત કેરા અડવાણી નજરે પડનાર છે.  ફિલ્મ આ વર્ષે ૨૧મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને પ્રમોશનની પ્રક્રિયા ચાલી રહી છે. શાહિદ કપુરની ખુબ લાંબા સમય બાદ કોઇ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. જેમાં તે એક અલગ રોલમાં નજરે પડનાર છે. અડવાણી પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે.  વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદની સાથે અડવાણી કામ કરી રહી છે.  તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોન્ડાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મની હિન્દી રીમેકમાં તેની ભૂમિકા શાહિદ કપુર અદા કરનાર છે. વિજયને આ વર્ષે ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જ્યારે કેરા અર્જુન રેડ્ડીમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર શાલિની પાન્ડેની ભૂમિકામાં નજરે પડનાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મની પટકથાને ઉત્તર ભારતની ઓડિયન્સની દ્રષ્ટિએ તૈયાર કરવામાં આવી છે.લીડ અભિનેત્રીના નામ પર જાન્હવી કપુર અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here