ભારતીબેન શિયાળનો સિહોરમાં ભવ્ય રોડ-શો સાથે ચૂંટણી પ્રચાર

755

૧૫ ભાવનગર – બોટાદ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં સિહોર શહેરમાં ચૂંટણી પ્રચાર પ્રસાર માટે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, સિહોર નગરપાલિકાના સદસ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચો, બક્ષીપંચ મોરચો, માલધારી સેલ, અનુ.જાતિ મોરચો, અનુ.જનજાતિ મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો તેમજ સિહોર શહેરના કાર્યકર્તા મિત્રો આ વિશાળ રોડ-શોમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ચિયર્સ બોય અને ગર્લ્સ દ્વારા અલગ અલગ ગીતો દ્વારા રોડ-શો ના રૂપ પર ડાન્સ કરી એક અલગ માહોલ બનાવ્યો હતો. વિશાળ બાઇક તથા કારના કાફલાએ ચૂંટણી જાહેર થયા બાદ ઘણા દિવસો પછી ચૂંટણી માહોલ જોવા મળ્યો હતો.

ડા.ભારતીબેન શિયાળ દ્વારા સિહોર ઉપરાંત પાલીતાણા પંથકના ગામડાઓમાં પણ લોકસંપર્ક તેમજ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમની સાથે રહ્યા હતા. જ્યારે સમગ્ર ગ્રામ્ય પંથકમાંથી ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

Previous articleઢસા, ગઢડા, ધોળા સહિત ગામોમાં મનહરભાઇ પટેલે સભાઓ ગજવી
Next articleજુલાબની દવાઓનો દુરૂપયોગૃ