ગૌતમેશ્વર તળાવમાં સ્વચ્છતા અભિયાન જરૂરી

721

સિહોર ગૌતમેશ્વર તળાવ કે જે સિહોરના જીવાદોરી સમાન ગણાય છે પાણીનો મસ્ત મોટો સ્ત્રોત ભરાય ત્યારે આખુ વરસ સિહોર ને પિવા માટેનું પાણી પૂરું પાડી રહ્યું છે.

૩૦ ફૂટની ઊંડાઈ ધરાવતું આ તળાવ છેલ્લા ત્રણ ચાર   ચોમાસાથી ભરાયું નથી નગરજનોને આ તળાવનું પાણી નું એક પણ ટીપૂં પીવા મળ્યું નથી તેનું કારણ માત્ર અને માત્ર એક જ છે ઓછો વરસાદ અને વરુણ દેવના રિસામણા દર વર્ષે સરકાર દ્વારા અલગ-અલગ આયોજનો કરી વિવિધ પ્રકારના સ્વચ્છતા અભિયાન,  સૌની યોજના માંથી પીવાનું પાણી પૂરું પાડવા માટે આયોજનો કરે છે ત્યારે સિહોર ગૌતમેશ્વર તળાવ ની બાદબાકી થઇ હતી ત્યારે હાલ તળાવ સૂકા ખેતર જેમ પડ્યું છે બેશુમાર માત્ર માંથી માટીનો કાપ ઉઠાવી રહ્યો છે તે કાપ કાયદેસર કે બિનકાયદેસર રીતે ઉપડે છે કે પછી ટેન્ડર પદ્ધતિથી નીકળી રહ્યો છે તે તો અધિકારીઓ જ જાણે પરંતુ આગામી દિવસોમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જગતના તાતને એક પાણી માટેની આશા બંધાઈ છે કિસાનો દ્વારા પોતાના ખેતરો સાફસૂથરા કરવામાં આવ્યા છે ગૌતમેશ્વર તળાવ ભરાવાથી નદી-નાળા ખેતરો કુવા વગેરેના તળ ઊંચા આવવાથી પાણીની સમસ્યા હલ થશે તેવા ભણકારાનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી કુદરત સિહોર પર મહેરબાન થયો નથી ત્યારે આ વર્ષે એક આશા બંધાણી છે કે આ વખતે કુદરત જગતના તાતને નિરાશ નહીં થવા દે ત્યારે હાલ લોકસંસારના સિહોર સ્થિત પ્રતિનિધિ દ્વારા તળાવની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરતા માલૂમ પડેલ કે અહીં કાપ કાઢવા માટે ખોદાયેલ ખાડાઓ માં પાણી ભર્યા છે અને આ પાણીમાં જળચર, નાની-નાની જાતના જીવજંતુઓ, માછલીઓ વગેરે પોતાનો જીવન નિરવાહ ચલાવી રહ્યા છે આ પાણી પણ સુકાઈ જવાની તૈયારીમાં છે થોડા દિવસ પહેલા આવા ભરાયેલ ખાડાઓમાં ઘણા માછલાઓના મોત પણ થયા હતા કારણકે અસહ્ય ગરમીના લીધે માછલાઓ જીવજંતુઓ તરફડીને મરી જતા હોય છે.

નગરપાલિકા હસ્તકના આ ગૌતમેશ્વર તળાવને પણ સ્વચ્છ કરવું જરૂરી છે ફરતા પાળા નું નિરીક્ષણ, ખાબોચિયાની ઊંડાઈઓ, બિનજરૂરી વનસ્પતિઓ ઊગી નીકળી છે જેને દૂર કરવી જરૂરી છે જે તે સમયે ઉજવાતા ઉત્સવોમાં ઉપયોગમાં લેવામાં આવતી દેવી દેવતાઓની  વિસર્જન થતી મૂર્તિઓ આ તળાવમાં આડેધડ જોવા મળી રહી છે પૂજા-અર્ચન માં લીધેલ ફુલહાર પણ મોટી સંખ્યામાં પ્લાસ્ટિક સાથે દ્રશ્યમાન થઈ રહ્યા છે જે તાકીદે દૂર કરાવી અને સ્વચ્છતા અભિયાન કરવાની ખૂબ જ જરૂર છે કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી હોય છે તો આમાં પણ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે તો નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ આ અંગે જાગૃત થઇ તળાવના દરવાજાઓ લેવલ પટ્ટી તળાવના પાણી નિકાલ માટેની વાલ વગેરેની સ્વચ્છતા હાથ ધરવામાં આવે તો આ તમામ પ્રકારનો કચરો પાઇપલાઇનમાં ઘુસતો અટકશે.

Previous articleગુજરાતી માધ્યમની ટાટની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
Next articleગઢડા તાલુકાનાં ભંડારિયા ગામે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો