રાષ્ટ્રીય કક્ષાએ ગોધરાના નવ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડથી સન્માનીત

7

નેશનલ એજ્યુકેશન એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન મુંબઈ અને નેશનલ ઈકોનોમિક ગ્રોથ ટાઈમ્સ આયોજિત ઓલ ઈન્ડિયા આત્મનિર્ભય ભારત કલા સ્પર્ધા -૨૦૨૧ માં ગોધરાના કલરવ અંગ્રેજી માધ્યમ શાળા ગોધરાના ધોરણ -૦૪ ના વિધાર્થી પઠાણ કિહાનખાન ફિરોઝખાનને ગાંધી વિષય પર પોસ્ટર દ્વારા પોતાની કલા રજૂ કરવા બદલ આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડ અંતર્ગત પ્રમાણપત્ર અને મેડલ સાથે સન્માનીત કરવામાં આવેલ છે. કિહાનખાન ફિરોઝખાન પઠાણ સ્ટેટ લેવલ પછી રાષ્ટ્રીય લેવલે પોતાના ચિત્રો રજૂ કરશે. પોતાના દસમાં જન્મદિવસે પોતાના પરિવારને આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડમાં વિજયી થઈ સુંદર ભેટ પરિવાર અને નગરને આપેલ છે. ખાન દ્વારા આ પહેલા સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ સન્માન મેળવાનર કોરોના યોદ્ધા તરીકે ઓએમજી નેશનલ રેકોર્ડ,સ્ટાર વર્લ્‌ડ રેકોર્ડ ગિનિસ નેશનલ રેકોર્ડ જેવા રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. આ વર્ષે ઓએમજી નેશનલ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી ગોધરાનું નામ રોશન કરેલ છે. કિહાનખાન પઠાણ રાષ્ટ્રીય કક્ષાએ ચિત્રસ્પર્ધા, મોડલિંગ,અભિનય,વિડીયો મેકિંગ સંદેશ,ફેન્સી ડ્રેસ,ફોટોગ્રાફી,અક્ષરલેખનમાં પોતાની કલા દ્વારા સન્માન મેળવી ચૂક્યા છે. તેઓ સૌથી નાના કોરોના યોદ્ધા તરીકે ભારતના ૧૬ રાજયો અને પશ્ચિમ આફ્રિકા, ફિલિપિન્સ. કેનેડા સહિત ૧૭૪ સંસ્થાઓ દ્વારા સન્માન મળેલ છે. આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડ મુંબઈથી સન્માનીત કિહાનખાન પઠાણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૃક્ષારોપણમાં,રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ઓનલાઇન વોટિંગથી ભારત દેશમાં પ્રથમ,રાષ્ટ્રીય કક્ષાએ મોડલિંગમાં નેશનલ મોસ્ટ બ્યુટીફુલ પર્સન એવોર્ડ અને વોકિંગ મોડલિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ મોસ્ટ ચાર્મિંગ બોય એવોર્ડ મેળવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં વિજેતા અને રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના ચાર એવોર્ડ મેળવનાર, સાહિત્યકાર અને નવરચના પ્રાથમિક શાળા ગોધરામાં આચાર્ય તરીકે સેવા આપનાર ફિરોઝખાન પઠાણના પુત્ર કિહાનખાન પઠાણએ મોરના ઈંડા ચીતરવા ના પડે કહેવત સાચી સાબિતી કરી પિતાથી વધુ વખત રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મેળવી પરિવાર, ગોધરા, પંચમહાલ અને રાજયનું નામ રોશન કરેલ છે.